Abtak Media Google News

અમેરિકામાં ભારતીયો માટે બલ્લે બલ્લે થઈ ગઈ છે. વ્હાઈટ હાઉસના પ્રવકતા પદે ભારતીય મુળના રાજ શાહની વરણી કરવામાં આવી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ વ્હાઈટ હાઉસમાં તેમના સલાહકાર મંડળમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી મુળના લોકોને ભરતી કર્યા હતા. હવે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પણ તેમના જ નકસે કદમ પર ચાલી રહ્યાં છે.

તેમણે પણ ભારતીયોને વ્હાઈટ હાઉસમાં ઉચ્ચ પદ આપ્યા છે. જેના અંતર્ગત રાજ શાહને મહત્વનું એવું વ્હાઈટ હાઉસ પ્રવકતાનું પદ આપવામાં આવ્યું છે.૩૩ વર્ષના રાજ શાહ પ્રેસીડન્ટ ટ્રમ્પના પૂર્વ આસીટન્ટ તરીકે સેવા આપી ચુકયા છે. આ સીવાય તેઓ વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી પદે પણ સફળતાપૂર્વક કામગીરી બજાવી ચૂકયા છે. તેઓ પ્રમ એવા ભારતીય મુળના વ્હાઈટ હાઉસ પદાધિકારી છે. જેઓ અમેરિકી સરકારની અને પ્રેસીડન્ટ હાઉસના પ્રેસ ડિટેઈલ જારી કરશે. અમેરિકાની ન્યૂઝ ચેનલ સીએનએનએ ગુરૂવારે એવું હેડીંગ આપ્યું હતું કે, રાજ શાહની જોબ સરળ નહીં હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.