Abtak Media Google News

મોદી સરકારે ઓનલાઈન બિઝનેસનાં નિયમોમાં ફેરફાર કરીને નાના વેપારીઓનું હિત જાળવવા પ્રયાસો કર્યા હોય વોલમાર્ટનાં પેટમાં તેલ રેડાયું !: અમેરિકન સરકારને કરી ફરિયાદ

ભારતમાં વેપાર ઉધોગનાં વિકાસ અને અર્થતંત્રને મજબુત બનાવવાનાં સરકારનાં પ્રયાસો વચ્ચે વોલમાર્ટ અમેરિકન સરકારને ખાનગી ધોરણે એવી ફરિયાદ કરી છે કે, ભારતનાં નવા ઈ-કોમર્સ વ્યવસાય માટેનાં રોકાણનાં કાયદા પરસ્પરનાં વેપારને નુકસાન કરનાર અને અસ્વિકાર્ય બની રહે છે તે ભારત સરકાર દ્વારા ૧લી ફેબ્રુઆરીથી ઈ-કોમર્સનાં કાયદાનો અમલ કરવા જઈ રહ્યું છે ત્યારે વોલમાર્ટ ભારતનાં ઓનલાઈન વેપારનાં નિયમો અને દસ્તાવેજ સામે વિવિધ મુદ્દે વાંધો ઉપાડીને વ્યવસ્થા અંગે ફરિયાદ કરીને નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો બગડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વોલમાર્ટનાં વરિષ્ઠ ડાયરેકટરે સોરાથોમ્સે ઈમેઈલ મારફત ફરિયાદ કરી હતી. વોલમાર્ટ હજુ થોડા મહિના પહેલા જ ભારતને ઓનલાઈન બિઝનેસ માટે ફલીપકાર્ડ મારફત ૧૬ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે જે ખુબ જ મોટું ગણાય.

Advertisement

વોલમાર્ટ ભારતની નવી ઓનલાઈન વેચાણ નીતિ સામે આક્ષેપ કર્યો છે અને આ નિતિ અને વેપારને આગળ નહીં વધવા દે તેવી આશંકા વ્યકત કરી છે. ભારતમાં નવા ઓનલાઈન કાયદાનો અમલ માટે છ મહિના મોડો દાખલ કરવા વોલમાર્ટે દાણો દબાવ્યો હતો પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. વોલમાર્ટ નવા કાયદાના મુદ્ે સવાલો ઉભા કરતાં જણાવ્યું હતું કે, વોલમાર્ટ પોતાના માટેનો હિસ્સો ૧૯ ટકાથી વધારીને એસએમપીની ભાગીદારી સુધારવા માટે પ્રયત્ન કરશે. વોલમાર્ટ વિવિધ ચાર મુદાઓ અંગે ધ્યાન દોર્યું હતું. જેમાં ભારતનાં નવા કાયદા ભારતમાં ઓનલાઈન વેપાર અત્યારે દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે નવી ઓનલાઈન વેપારની નીતિમાં રોકાણકારોના હકિકતને ધ્યાને લેવું જોઈએ. કાયદાઓને બદલાવી આંતરરાષ્ટ્રીય માનોક અને વિદેશી મુડીરોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ.

નવા કાયદા કે સુધારાને કારણે પેઢીઓને તેમાં મુશ્કેલી સર્જાશે. એમેઝોને હજારો ચીજવસ્તુઓ ભારતમાં વેચવાની બંધ કરી દીધી છે. ફલીપકાર્ટે સંબંધોનાં સુધારા માટે કવાયત હાથધરી છે. નરેન્દ્ર મોદી પર નાના વેપારીઓનું ઓનલાઈનનાં વેપારનાં અભિગમ સામે વિરોધ થયો છે. દેશમાં અત્યારે નાના વેપારીઓ અને મોટા મલ્ટીનેશનલ ઓનલાઈન જુથો આમને સામને આવી ગયા છે. સરકાર ઓનલાઈન વેપારને પ્રોત્સાહન આપવામાં માને છે પરંતુ દેશમાં નાના-છુટક વેપારનાં વેપારીઓ જીવંત રાખવા માટે સરકાર ગંભીર છે. સરકારે ઓનલાઈન બિઝનેસનાં નિયમોમાં ફેરફાર કરી નાના રોકાણકારોનાં હિતને સુરક્ષિત કરવાના અપનાવેલા અભિગમને વોલમાર્ટનાં પેટમાં તેલ રેડાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.