Abtak Media Google News

ભારત વિશ્વનું પાંચમું સૌથી મૂલ્યવાન બજાર બન્યું

શેર બજાર 

Advertisement

ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ચાર ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાના ઘણા સમય પહેલા ભારતીય શેરબજારે બુધવારે આ સિદ્ધિ હાંસલ કરી હતી. BSE પર લિસ્ટેડ તમામ શેરોની કુલ માર્કેટ મૂડી રૂ. 333 લાખ કરોડને પાર કરી ગઈ છે.

ડોલરમાં આ રકમ ચાર ટ્રિલિયન ડોલરથી વધુ છે.

વૈશ્વિક બજારોમાં ભારતીય શેરબજાર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી બજારહિસ્સાની દ્રષ્ટિએ પાંચમા ક્રમે છે. જ્યારે કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં નિફ્ટીમાં 10%થી વધુનો વધારો થયો છે. 2023માં ભારતનું એમ-કેપ વધીને રૂ. 51 લાખ કરોડની આસપાસ થવાની તૈયારીમાં છે. દલાલ સ્ટ્રીટ પર સ્મોલ અને મિડકેપ શેરો અને બેક-ટુ-બેક IPOની સારી કામગીરીને કારણે આ છે. મે 2021માં ભારત ત્રણ ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થયું હતું.

અંદાજે $48 ટ્રિલિયનની માર્કેટ કેપ સાથે, યુએસ અત્યાર સુધીમાં વિશ્વનું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ છે. આ પછી ચીન ($9.7 ટ્રિલિયન) અને જાપાન ($6 ટ્રિલિયન) છે.

બ્લૂમબર્ગના ડેટા અનુસાર, આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ભારતના માર્કેટ કેપમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ચીનના માર્કેટ કેપમાં 5 ટકાનો ઘટાડો થયો છે. ટોપ-10 માર્કેટ કેપ ક્લબમાં અમેરિકા એકમાત્ર એવું બજાર છે કે જેણે ભારત કરતાં 17 ટકાની ઝડપે વૃદ્ધિ કરી છે. સંયુક્ત વિશ્વ બજાર મૂડી આ વર્ષે 10 ટકા વધીને $106 ટ્રિલિયન થઈ ગઈ છે.

અદાણી ગ્રૂપના શેરમાં થયેલા વધારાના આધારે ભારતીય શેરબજારે મોટી સ્થિતિ હાંસલ કરી છે. ભારતીય બજાર બુધવારે પ્રથમ વખત ઐતિહાસિક $4 ટ્રિલિયન માર્કેટ કેપના માઈલસ્ટોનને સ્પર્શ્યું હતું.

અદાણી ગ્રુપ માર્કેટ કેપ

અદાણી ગ્રુપના રોકાણકારો માટે મંગળવારનો દિવસ શુભ હતો. અદાણી ગ્રુપના શેરનું એકંદર માર્કેટ કેપ રૂ. 1.04 લાખ કરોડ વધીને રૂ. 11.29 લાખ કરોડ થયું છે. જોકે, ઈન્ટ્રા-ડેમાં ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 1.32 લાખ કરોડ વધીને રૂ. 11.59 લાખ કરોડ થયું હતું.

BSE લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 336 લાખ કરોડ એટલે કે $4.02 ટ્રિલિયનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ સાથે ભારત વિશ્વનું પાંચમું સૌથી મૂલ્યવાન બજાર બની ગયું છે. મે 2021માં ભારત ત્રણ ટ્રિલિયન ડૉલરના માઇલસ્ટોન પર પહોંચ્યું હતું. દુનિયાની વાત કરીએ તો આ યાદીમાં અમેરિકા 48 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે પ્રથમ સ્થાને છે. ચીન ($10.7 ટ્રિલિયન) બીજા ક્રમે, જાપાન ($5.5 ટ્રિલિયન) ત્રીજા અને હોંગકોંગ ($4.7 ટ્રિલિયન) ચોથા ક્રમે છે.

વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રોકાણ કર્યું

છેલ્લા 20 વર્ષમાં BSEનું માર્કેટ કેપ 33 ગણું વધ્યું છે. સપ્ટેમ્બર 2003માં તે રૂ. 10 લાખ કરોડ હતો. સ્મોલ અને મિડકેપ શેરોના જબરદસ્ત પ્રદર્શન, દેશની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ અને LIC, Paytm અને Zomato જેવી ઘણી મોટી કંપનીઓના IPOના કારણે ભારતનું માર્કેટ કેપ વધ્યું છે. આ વર્ષે તેમાં લગભગ 46 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આમાં વિદેશી અને સ્થાનિક ભંડોળની ખરીદીનો પણ મોટો ફાળો છે. માર્ચ 2020 થી, વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

ભારતની જીડીપી

જો મેક્રો સ્તરે જોવામાં આવે તો, ભારત હાલમાં $3.7 ટ્રિલિયન સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકા પ્રથમ, ચીન બીજા, જર્મની ત્રીજા અને જાપાન ચોથા ક્રમે છે. SBI સિક્યોરિટીઝના સન્ની અગ્રવાલે જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારત સાત ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવાની અપેક્ષા છે. જીડીપી પ્રમાણે માર્કેટ કેપ પણ વધશે. જ્યારે પણ જીડીપી ડબલ થાય છે ત્યારે માર્કેટ કેપ પણ બમણી થાય છે. શેરના ભાવમાં વધારો અને IPOના રૂપમાં નવા લિસ્ટિંગને કારણે માર્કેટ કેપ વધે છે. આગામી પાંચ વર્ષમાં નિફ્ટી અને સેન્સેક્સ બમણા થવાની ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.