Abtak Media Google News
  • કપાશે કોન ? અને લોટરી કોને ?
  • બીજા વિકેટકીપર-બૅટર તરીકે કોને સમાવેશ કરવો તે ચર્ચાનો વિષય

4 જૂનથી અમેરિકાને વેસ્ટ ઈન્ડિઝ ખાતે ટી20 વિશ્વ કપ ટુર્નામેન્ટ યોજાશે જેના માટે આવતીકાલે ટીમ જાહેરાત કરવાની છેલ્લી તારીખ આઈસીસી દ્વારા નક્કી કરવામાં આવી છે ત્યારે આજે અમદાવાદ ખાતે ભારતીય ટીમની જાહેરાત થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલું જ નહીં કયા ખેલાડીને લોટરી મળશે અને કયા ખેલાડી કપાશે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ એ વાત સાચી છે કે ભારતીય ટીમ 2007માં ટી ટ્વેન્ટી વિશ્વ કપ મહેન્દ્રસિંહ ધોની ની આગેવાની હેઠળ જીત્યો હતો ત્યારબાદ તેને એક પણ ટી-ટ્વેન્ટી વિશ્વ કપમાં ભારતીય ટીમ ટ્રોફી જીતી શકી નથી.

Advertisement

અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝથી ટી 20 વિશ્વકપની ટ્રોફી જીતી લાવે એ માટેની કાબેલ ટીમ સિલેક્ટર્સ દ્વારા નક્કી કરાઈ રહી છે. અમદાવાદમાં મંગળવારે ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેમના કમિટી મેમ્બર્સ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને મળશે અને તેમની સાથે મળીને 15 પ્લેયર્સની ટીમ નક્કી કરશે. આઇસીસીએ ટીમની જાહેરાત માટે પહેલી મેની ડેડલાઇન આપી છે.

જય શાહ સિલેક્શન કમિટીના કન્વીનર છે. તેઓ રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી સિલેક્ટર્સ સાથેની તેમની બેઠક અમદાવાદમાં યોજાશે. ટીમમાં ખાસ કરીને બીજા વિકેટકીપર-બૅટર તરીકે કોને સમાવવો અને હાર્દિક પંડ્યાને લેવો કે નહીં એના પર ચર્ચા થશે. સેકન્ડ વિકેટકીપર-બૅટર તરીકે ટીમમાં સ્થાન મેળવવા કેએલ રાહુલ (આઇપીએલમાં 378 રન, 144નો સ્ટ્રાઇક-રેટ) અને સંજુ સૅમસન (385 રન, 161નો સ્ટ્રાઇક-રેટ) વચ્ચે હરીફાઈ છે. જિતેશ શર્મા પણ બહુ સારા ફૉર્મમાં છે, જ્યારે ધ્રુવ જુરેલને વિકેટકીપિંગનો મોકો નથી મળ્યો. ટી 20 વર્લ્ડ કપ 2024 નું આયોજન જૂન માં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની યજમાનીમાં થશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે. 29 દિવસની આ ટૂર્નામેન્ટમાં 41 મેચો રમાશે. ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ટીમની જાહેરાત કરવાનો અંતિમ દિવસ 1 મે

ટી 20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરવાનો અંતિમ દિવસ 1 મે છે. જોકે આ પછી પણ 25 મે સુધી ટીમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આમ કરવા માટે આઇસીસી પાસેથી પરવાનગી લેવી પડશે.

પીચ ઉપર હેવી રોલર ન ફેરવતા સ્પિનરોએ જમાવટ કરી

પીચ ઓળખવામાં થાપ ખાઈ ગયેલી દિલ્હીનો કારમો પરાજય

દિલ્હી સામે કલકત્તાનો વિજય : પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે લગાવી છલાંગ

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચનું પરિણામ આવ્યા બાદ એ વાત સ્પષ્ટ થઈ હતી કે પીછ ઓળખવામાં દિલ્હી કેપિટલ્સ થાપ ખાઈ ગઈ હતી અને પરિણામ સ્વરૂપે તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં વિકેટ ઉપર હેવી રોલર ન ફેરવતા પીનરોને ઘણો લાભ મળ્યો હતો.

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 153 રન કર્યા. દિલ્હી કેપિટલ્સ માટે કુલદીપ યાદવે સૌથી વધુ અણનમ 35 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન ઋષભ પંતે 20 બોલમાં 27 રન કર્યા. આ ઉપરાંત અભિષેક પોરેલે 18 રન અક્ષર પટેલે 15 રન કર્યા. કેકેઆરના વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે વૈભવ અરોડા અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી. આમ નિર્ધારિત ઓવરોમાં દિલ્હીએ 153 રન કરીને કોલકાતાની ટીમને 154 રનનો લક્ષ્યાંક આપ્યો.

154 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમમે 21 બોલ બાકી હતી અને 3 વિકેટના ભોગે ટાર્ગેટ ચેઝ કરી લીધો. જેમાં ઓપનર સોલ્ટના 33 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી કરાયેલા 68 રન મુખ્ય હતા. આ ઉપરાંત સુનીલ નરીને 10 બોલમાં 15 રન, રિંકુ સિંહે 11 બોલમાં 11 રન, શ્રેયસ ઐય્યરે 23 બોલમાં અણનમ 33 રન અને વેંકટેશ ઐય્યરે 23 બોલમાં અણનમ 26 રન કર્યા. કોલાકાતાની ટીમે 16.3 ઓવરોમાં 157 રન કરીને સાત વિકેટથી જીત મેળવી લીધી. દિલ્હી તરફથી અક્ષર પટેલે 25 રન આપીને 2 વિકેટ અને લીઝાડ વિલિયમ્સે 38 રન આપીને એક વિકેટ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.