Abtak Media Google News

આઇસીસી આ વર્ષે જૂન-જુલાઈમાં રમાનારી ટી20 વિશ્વકપ માટે શુક્રવારે શિડ્યૂલ જાહેર કર્યું છે. આગામી ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મહામુકાબલો રમાશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આઈસીસી દ્વારા જાહેર પુરુષ ટી20 વિશ્વકપ 2024ના શિડ્યૂલમાં ભારતને પાકિસ્તાન, આયરલેન્ડ, અમેરિકા અને કેનેડાની સાથે ગ્રૂપ એમાં રાખવામાં આવ્યું છે.

પ્રથમ વખત ટી20 વર્લ્ડકપમાં 20 ટીમો ભાગ લેશે : દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં જશે

ટી20 વિશ્વકપ 2024 એક નવા ફોર્મેટમાં આયોજિત કરાશે, જેમાં પહેલી વખત 20 ટીમ સામેલ થશે. આ ટીમને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. પ્રત્યેક ગ્રૂપમાંથી બે ટીમ સુપર 8માં પહોંચશે. જે બાદ ચાર-ચાર ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. આ ગ્રૂપમાંથી બે ટોચની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે અને આ ટૂર્નામેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે.

અમેરિકામાં 3 અને કેરેબિયન ભૂમિના કુલ 9 વેન્યૂ પર ટી20 વિશ્વકપની મેચ રમાશે. 29 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 20માંથી 10 ટીમ પોતાની પહેલી મેચ અમેરિકામાં રમશે. જેમાંથી 16 મેચ લોડરહિલ, ડલાસ અને ન્યૂયોર્કમાં થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મુકાબલો લોંગ આઈલેન્ડમાં ન્યૂ નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 9 જૂને રમાશે. આ ટી20 વિશ્વકપમાં કુલ 55 મેચ રમાશે.

આ છે ટી20 વિશ્વકપની ગ્રુપ ટીમ

  • ગ્રૂપ A- ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા
  • ગ્રૂપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
  • ગ્રૂપ C- ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની
  • ગ્રૂપ D- સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

ટી વિશ્વકપ 2024માં ભારતના ગ્રૂપ ચરણની મેચ

  • ભારત દત આયરલેન્ડ- 5 જૂન, ન્યૂયોર્ક
  • ભારત દત પાકિસ્તાન- 9 જૂન, ન્યૂયોર્ક
  • ભારત દત અમેરિકા- 12 જૂન, ન્યૂયોર્ક
  • ભારત દત કેનેડા- 15 જૂન, ફ્લોરિડા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.