Abtak Media Google News

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર છે જ્યાં ટીમ હવે ટેસ્ટ સીરીઝ રમશે. ટી૨૦ અને વનડે સીરીઝ બાદ ટીમ ન્ડિયા હાલમાં વેસ્ટ ઇન્ડિઝ એ સાથે પ્રેક્ટિસ મેચ રમી રહી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં ટીમ ઇન્ડિયાની ઉપર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પીસીબીએ બીસીસીઆઈને જાણ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને પણ આ વિશે જાણ કરી દેવામાં આવી છે. વિન્ડીઝ બોર્ડે દરેક શક્ય મદદનો વિશ્વાસ અપાવ્યો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમ ઇન્ડિયાના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે બધા ખેલાડીઓને આ વિશે જણાવી દીધું છે અને ખેલાડીઓને સાવધાન રહેવા કહ્યું છે. સાથે ક્યાંક બહાર જાય તો સૂચના આપવા કહ્યું છે. જોકે આ અહેવાલને આઈસીસી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ફગાવી દીધા છે અને તેને અફવા ગણાવી છે.

ત્યાં સુધી કે ભારતીય ક્રિકેટ ટીમને કોઈ વિશેષ સુરક્ષા પણ આપવામાં નથી આવી. ધમકી ભર્યો ઇ-મેલ સામે આવ્યા પછી ત્રણ દિવસ મીટિંગ કરવામાં આવી હતી. જેમાં વિન્ડીઝ બોર્ડ સિવાય ખેલાડીઓ સાથે અલગથી મિટિંગ કરવામાં આવી હતી. હાલ ભારતીય ટીમ એન્ટીગામાં છે. જ્યાં તે ૨૨ ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ રમશે.

ઓસ્ટ્રેલિયા – ઈંગ્લેન્ડ વચ્ચેનો બીજો ટેસ્ટ ડ્રો

પાંચ ટેસ્ટ મેચની એશિઝ સીરીઝની બીજી ટેસ્ટ ડ્રો થઈ હતી ત્યારે ઓસ્ટ્રેલિયાએ લીડ ૧-૦ની બરકરાર રાખી છે. બીજી ટેસ્ટ મેચમાં બેન સ્ટોકસ પ્લેયર ઓફ ધ મેચ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડે તેનાં પ્રથમ દાવમાં ૨૫૮ રન નોંધાવ્યા હતા જયારે તેનાં જવાબમાં ઓસ્ટ્રેલિયા ૨૫૦ રન બનાવી શકયું હતું. તેનાં જવાબમાં ઈંગ્લેન્ડે તેની બીજી ઈનીંગ પાંચ વિકેટ ગુમાવી ૨૫૮ રન કરી ટીમને ડિકલેર કરી હતી. જયારે તેનાં જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૬ વિકેટ ગુમાવી ૧૫૪ રન નોંધાવ્યા હતા. બીજી ઈનીંગમાં ઈંગ્લેન્ડ તરફથી જોફરા આર્ચર તથા જેક લીચે ૩-૩ વિકેટ ઝડપી હતી. બીજી ઈનીંગમાં ઓસ્ટ્રેલિયા માટે માનર્સે ૫૯ રન નોંધાવ્યા હતા જયારે ટ્રેવીઝ હેડે ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનીંગમાં ઈંગ્લેન્ડનાં બેનસ્ટોકસે નાબાદ ૧૧૫ રન નોંધાવ્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયા તરફથી બોલીંગ કરતા પેટ કમિશે ૩ વિકેટ જયારે પીટર શીબલે ૨ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડનાં બોલરો દ્વારા ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરતા મેચ ડ્રો થયો હતો ત્યારે પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલિયા ૧-૦ની લીડ બનાવી રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.