Abtak Media Google News

ભારતમાં સૌથી મોંઘી કાર

જ્યારે પણ આપણે ભારતના સૌથી અમીર લોકોની વાત કરીએ છીએ ત્યારે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટા જેવા નામો સામે આવે છે. પરંતુ, શું તમને લાગે છે કે તેમાંથી કોઈની પાસે દેશની સૌથી મોંઘી કાર હશે? જો તમને એવું લાગે છે તો તમે ખોટા છો કારણ કે દેશની સૌથી મોંઘી કાર MD VS રેડ્ડીની છે.

Advertisement

વીએસ રેડ્ડી બ્રિટિશ બાયોલોજિકલ્સના એમડી છે. તેમની પાસે બેન્ટલી મુલ્સેન EWB શતાબ્દી આવૃત્તિ છે. તેની કિંમત લગભગ 14.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મોડલ બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા કંપની બેંટલી દ્વારા તેની 100મી વર્ષગાંઠના અવસર પર બનાવવામાં આવ્યું હતું, તેના માત્ર 100 યુનિટ જ બનાવવામાં આવ્યા હતા. એટલે કે આ લિમિટેડ એડિશન કાર છે.

બેન્ટલી મુલ્સેન EWB શતાબ્દી આવૃત્તિ પાવરટ્રેન

Bentley Mulsanne EWB Centenary Editionમાં 6.75-liter V8 એન્જિન છે, જે 506 હોર્સપાવર અને 1020 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 8-સ્પીડ ZF ઓટોમેટેડ ગિયરબોક્સ છે. આ સેટઅપ સાથે આ કાર માત્ર 5.5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 296 કિમી પ્રતિ કલાક છે.

બેંગ્લોર સ્થિત VS રેડ્ડીએ તેમની ઈચ્છા મુજબ તેમની બેન્ટલી મુલ્સેન EWB સેન્ચ્યુરી એડિશનમાં પણ ફેરફાર કર્યો છે. વીએસ રેડ્ડી હાઈ-એન્ડ કારના શોખીન છે. હાલમાં જ ઈવો ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, તેનું બાળપણનું લક્ષ્ય હતું કે દેશના દરેક બ્રાન્ડના વાહનનો માલિક બનવું. તેમને ભારતના ‘પ્રોટીન મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ ન્યુટ્રાસ્યુટીકલ સેક્ટરમાં તેમનું કામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.