Abtak Media Google News

ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ થકી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ ગાઢ બનશે તેવી શકયતા

આજથી બે દિવસનાં પ્રવાસ પર અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ખાતે આવી રહ્યા છે પરંતુ તેમનાં કાર્યક્રમ અમદાવાદથી શરૂ થશે. હાલ ભારત-અમેરિકા વચ્ચે જે વ્યાપારીક ઉતાર-ચઢાવ જોવામાં આવી રહ્યા છે અને વ્યાપારીક સંબંધોમાં જે ઉણપ દેખાઈ રહી છે ત્યારે આવનારા સમયમાં આ બંને મહાસત્તાઓ વચ્ચેના વ્યાપારીક સંબંધો વધુ ગાઢ બનશે તેવી શકયતા સેવાઈ રહી છે. હાલ ભારત સાથે ચીનમાં ટ્રેડ ડેફિશીટ ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળી જયારે બીજી તરફ અમેરિકા સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ હોવાથી પારસ્પરીક રીતે બંને દેશો વચ્ચેનાં વ્યાપારીક સંબંધોને વધુ વેગ મળી રહેશે. યુ.એસ.નાં અમેરિકન બિઝનેસ એડવોકેસી ગ્રુપનું માનવું છે કે, ભારત-અમેરિકા વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બંને દેશો વચ્ચેનાં વ્યાપારીક સંબંધોને વધુ ગાઢ બનાવશે.

અમેરિકાએ ચાઈનાને પછાડી ભારત સાથે ટ્રેડીંગ પાર્ટનર તરીકે ઉભરી આવ્યું છે. આંકડાકિય માહિતી મુજબ ૨૦૧૮-૧૯માં ભારત અને અમેરિકા વચ્ચેનું વેપાર ૮૭.૯૫ બિલીયન ડોલર એટલે કે ૬.૧૬ લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો જયારે તેની સામે ભારત અને ચીન વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯માં ૮૭.૦૭ બિલીયન ડોલરનો વેપાર થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે ભારતીય આંકડા મુજબ ચીન સાથે વેપાર ૬.૦૯ લાખ કરોડ રૂપિયાનો રહેવા પામ્યો હતો એવી જ રીતે વર્ષ ૨૦૧૯-૨૦ની વાત કરવામાં આવે તો ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર ૬૮ બિલીયન ડોલર એટલે ૪.૭૬ લાખ કરોડ રૂપિયાનો રહ્યો હતો જયારે ચીન સાથેનો ભારતનો વેપાર ૬૪.૯૬ બિલીયન ડોલર એટલે કે ૪.૫૫ લાખ કરોડ રૂપિયા રહેવા પામ્યો હતો. આ આંકડાથી એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ગત ૨૦૧૮થી વર્ષ ૨૦૧૯-૨૦માં ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારીક સંબંધો વધુ મજબુત અને ગાઢ બન્યા છે.

Admin 1

ટ્રેડ એકસપર્ટનું માનવું છે કે, નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે આવનારા સમયમાં પણ વ્યાપારીક સંબંધો વધુ ગાઢ બનશે અને બંને દેશો વચ્ચે જે ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે એફટીએ કરવામાં આવશે તે દ્વિ-પક્ષીય સંબંધો કરતા પણ વધુ અસરકારક નિવડશે. ભારતને યુ.એસ. સાથે ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. હાલ ભારત સ્થાનિક ગુડઝ એન્ડ સર્વિસીસમાં ખુબ સારું પ્રભુત્વ ધરાવે છે ત્યારે તેમની માટે યુનાઈટેડ સ્ટેટની માર્કેટ અત્યંત મહત્વપૂર્ણ નિવડશે. બીજી તરફ ભારત અને ચીન વચ્ચે જે ટ્રેડ ડેફીશીટ જોવા મળી રહી છે તે ૫૩.૫૬ બિલીયન ડોલરની છે કે જે ભારતીય આંકડામાં ૩.૭૮ લાખ કરોડ રૂપિયામાં આંકી શકાય જયારે ભારતનું ટ્રેડ સરપ્લસ અમેરિકા સાથે ૧૬.૮૫ બિલીયન ડોલર એટલે કે ૧.૧૯ લાખ કરોડ રૂપિયાનું રહેવા પામ્યું હતું વર્ષ ૨૦૧૮-૧૯માં.

સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતની પ્રોડકટ પર લાદવામાં આવેલી ‘હેવી ડયુટી’ને નાબુદ કરવા ભારતની માંગ

કહેવાય છે કે, ભારત અને ચીન વચ્ચે વ્યાપારીક સંબંધો ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮ સુધી વધુ ગાઢ હતો ત્યારે ચીન પહેલા યુનાઈટેડ અરબ એનીમેટ એટલે કે યુએઈ સાથેના વ્યાપારીક સંબંધો વધુ મજબુત થતા પરંતુ જગત જમાદાર અમેરિકાને સૌથી મોટી માર્કેટ ભારત હોવાનું ખ્યાલ આવતાની સાથે જ અનેકવિધ કરારો કરવામાં આવ્યા હતા ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટ થતાની સાથે જ બંને દેશોનાં વ્યાપારીક સંબંધો વધુ ગાઢ થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધો ગાઢ બનતાની સાથે જ બંને દેશો વચ્ચેના જે ટેરીફ રિકટ્રીશન છે તેમાં ઘટાડો થશે એક તરફ ભારત સ્ટીલની ચીજવસ્તુઓ, એલ્યુમિનિયમ પ્રોડકટનું સૌથી વધુ નિકાસ કરતો દેશ છે અને તેનો નિકાસ ગત વર્ષે ૨૨.૭ બિલીયન ડોલર રહેવા પામ્યો હતો. ભારતની માંગણી છે કે, અમેરિકા દ્વારા જે વિઝા ફિ વધારવામાં આવી છે તેને હટાવવાની પણ માંગ મુકવામાં આવશે. સાથો સાથ સ્ટીલ અને એલ્યુમીનીયમની ચીજ-વસ્તુઓ ઉપર અમેરિકા દ્વારા હેવી ડયુટી લાદવામાં આવી છે તેને બાદ કરવાનું પણ સુચન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.