નવરાત્રીમાં ઈન્ડો-વેસ્ટર્ન ફયુઝ ઓન ડીમાન્ડ

સિલ્ક ટ્રાઉઝર પટીયાલા, જીન્સ કે ધોતી પર કચ્છી ભરતના બ્લાઉઝ, કેડીયા તેમજ સાફ

નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ખેલૈયાઓ પણ મોજમાં આવી ગયા છે. અને પોતાના મનપસંદ આઉટ ફીટસની ખરીદી કરવા લાગ્યા છે. આ સાથે જ નાના બાળકો અને હંમેશા ગરબા માટે થનગનતી યુવતીઓ પણ હવે પોતાના નવા આઉયફીટસ માટે રાજકોટના માર્કેટમાં ચકકર લગાવી રહી છે.આ વર્ષે નવરાત્રીમાં ઈન્ડોવેસ્ટર્ન આઉટ ફીટસ ધૂમ મચાવે છે. જેમાં ખાસ કરીને સિલ્કના ટ્રાઉઝર પર ટ્રેડિઝનલ ભરત ગ્રુથણ વાળુ બ્લાઉઝ કોલેજીયન યુવતીઓમાં ઓન ડિમાન્ડ છે. જયારે યુવકોમાં પણ ધોતી કે જીન્સ સાથે સ્લીવલેસ અને ભરતગૂંથણથી ભરપૂર કેડીયું ઓન ડીમાન્ડ છે જોકે આ વર્ષે સ્કુલ અને કોલેજોમાં વેકેશન પડતુ હોવાને કારણે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નવરાત્રીનાં નવ દિવસ જુદાજુદા આઈટફીટસ સાથે ગરબા રમવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવતીઓમાં આ વર્ષે બ્લેક સાથે ઓરેન્જ કલરનાં ઈન્ડોવેસ્ટર્ન ફયુઝન ઓન ડિમાન્ડ છે આ સાથે જ યુવકોમાં પણ ટ્રેડિશનલ કૂર્તીમાં આભલા અને કચ્છીભરતથી ભરપૂર કેડીયામાં વ્હાઈટ, બ્લ્યુ અને ઓરેન્જ કલર હાલ ડિમાન્ડમાં છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના આઉટ ફીટસમાં તેમજ ટ્રેડીશ્નલ ઓર્નામેન્ટસના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે.આ અંગે વધુ જણાવતા નવરંગ ચણીયાચોલીના હેમાંગ કકકડ કહે છેકે વર્ષે ચણીયાચોળી, કેડીયાના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. જો ભાડે ચણીયાચોળી કે કેડીયા લેવા હોયતો ૩૫૦થી શરૂ આત થાય છે. જયારે તેની ખરીદી કરવી હોય તો ૧૨૦૦ રૂપીયાથી માંડી ૭ થી ૮ હજાર ‚પીયાના ટ્રેડિશનલ ચણીયાચોળી મળે છે.આ વર્ષે નિયોન કલર, વેલવેટ ઉપર તેમજ ગામઠી ચણીયાચોળીઓ ઓન ડિમાન્ડ છે. જયારે બોઈઝમાં પણ નિયોનકલરની સાથે હાફસ્લીવના કેડીયાની માંગ વધારે છે.આ વર્ષે બાહુબલીની થીમ વાળા ચણીયાચોળીની પણ ખૂબજ માંગ છે. તો બીજી તરફ ટ્રાઉઝર, ધોતી કે જીન્સ સાથે યુવતીઓમાં આ વર્ષે ટ્રેડીશનલ બ્લાઉઝની નવી ફેશન જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને સીલ્સ ટ્રાઉઝર ગોલ્ડન, સિલ્વર અને પીંક કલરનાં ટ્રાઉઝર પર ભરતગુંથણ કરેલી બ્લાઉઝ યુવતીઓને આકર્ષિ રહ્યા છે.

તો બીજી તરફ યુવતીઓમાં પણ કેડીયા કેપ અને ધોતી નવુ રૂપ લઈને આવ્યા છે. જો ઓર્નામેન્ટની વાત કરએ તો આ વર્ષે ઓર્નામેન્ટસમાં પણ અંગૂઠી બ્રેસલેટ ખૂબજ ડિમાન્ડમાં છે. જયારે કોડી અને પોમપોમ જવેલરીની યુવકો અને યુવતીઓમા ખૂબજ માગ છે જો કે દર વર્ષ કરતા આ વર્ષે તેની કિંમતમાં પણ થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ગરબા રમવાના શોખીનોને આવો ભાવ વધારો જરાય નડતો નથી.આ અંગે વધુ જણાવતા અને હંમેશા ગરબા રમવા તત્પર રહેતા દિક્ષીતા કોઠીયા જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચણીયાચોળી અને જવેલરીની કિંમતમાં થોડો ઘણો વધારો છે. પરંતુ વર્ષમાં એક જ વાર નવરાત્રી આવે છે. અને તેને મનભરરીને માણવી હોય તો કિંમત સામે ન જોવાય હું દર વર્ષે અલગ અલગ પેટર્નનાં ચણીયાચોળી લઉ છું અને આ વર્ષે હું ઈન્ડોવેસ્ટર્નનું ફયુઝન કરી એક નવા પ્રકારની ચણીયાચોળી પહેરવાનું વિચારૂ છું અને આ વર્ષે સ્કુલ કોલેજોમાં વેકેશન જાહેર થયું હોવાથી નવરાત્રીમાં ચાર ચાંદ લાગી જશે.તો આ વર્ષે બાર બાર દેખો મુવીના સોન્ગ તેનું કાલા ચશ્માની થીમ પર આ વર્ષે ચશ્મ અને સાફા સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે આ અંગે વધુ જણાવતા મહેંદી ડ્રેસીસના હરેશ આહિર જણાવે છે કે ‘આ વર્ષે કેડીયામાં કચ્છી ભરત તેમજ ગર્લ્સ માટે પણ ચોલી ઉપર કેડીયું અને પતીયા ઉપર કેડીયાની ખૂબજ ડીમાન્ડ છે. આ સાથે પંજાબી કલીગીવાળો સાફો યુનીક લાગશે. સાફામાં પણ બ્લ્યુ રાણી, ઓરેન્જ મરૂનઅને પેરોટ કલર ના બ્રાઈટનેસ સાફા ઓનડીમાન્ડ છે.

જયારે અમારા ત્યાં સ્પેશિયલ હાથવણાટનું કાપડ જ યુઝ કરવામાં આવે છે. અને તેમા માત્ર કચ્છી ભરતનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે યુવાનો અને યુવતીઓ અત્યારથી જ ભાડે તેમજ ખરીદી માટે ઉમટી પડે છે. આ વર્ષે ગોગલ્સ સાફો અને જીન્સ કે પતીયાલા પર કેડીયું ખૂબ ડીમાન્ડમાં છે.