Abtak Media Google News

ઈન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિનાંગ શહેર જઈ રહેલું સ્થાનિક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટમાં જ દરિયામાં ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 188 લોકો હતાં. ઈન્ડોનેશિયા સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીના પ્રવક્તા યુસૂફ લતીફે પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી આપી છે. જોકે પ્લેન ક્રેશ થવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ક્રેશ થયેલુ વિમાન બોઈંગ-737 મેક્સ 8 હતું.

સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ પછી જ પ્લેનનો સંપર્ક ટૂટી ગયો હતો. ત્યારપછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હવે ન્યૂઝ એજન્સી રોયટર્સે ઈન્ડોનેશિયાના અધિકારીઓના નિવેદનના આધારે કહ્યું છે કે, વિમાન ક્રેશ થઈ ગયું છે.

આ વિમાન JT610 હતું. જેણે સવારે 6.20 ઉડાન ભરી હતી. તે 7.20 લેન્ડ થવાનું હતું. જોકે પ્લેન 6.33 મિનિટે જ ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેન બે મહિના પહેલાં જ લાયન એર્સને મળ્યું હતું. જે સમયે વિમાનનો સંપર્ક ટૂટ્યો તે સમયે અચાનક પ્લેનની ઉંચાઈમાં 2000 ફૂટનો ઘટાડો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.