Abtak Media Google News

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૮ની સુચી જાહેર: ૫૩.૫૮ લાખ લોકોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી

દેશને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો સો સરકારે નસ્વચ્છ ભારતથ, નએક કદમ સ્વચ્છતા કી ઔરથ નામની યોજના બનાવી હતી. જેના ભાગ‚પે તમામ રાજયોમાથી ગંદકી દુર કરવામાં આવી અને ઠેકઠેકાણે કચરા પેટીઓ પણ મુકવામાં આવી છે. ત્યારે હાઉસીંગ અને અર્બન અફેર્સના મંત્રી હરદીપ પુરીએ નેશનલ મીડિયા સેન્ટર ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.  ૪૨૦૩ શહેરોના સ્વચ્છતા સર્વેક્ષણમાંથી ઈંદોરનો ફરી વખત સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવેશ યો છે. ૨૦૧૮માં ટોપ કલીન શહેરોમાં ઈંદોર પહેલા, ભોપાલ બીજા અને ચંદીગઢ ત્રીજા સને રહ્યું છે. કેન્દ્રીય શહેરી વિકાસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુલ ૨૩ રાષ્ટ્રીય તેમજ ઝોનલ લેવલના ૨૦ એવોર્ડ જાહેર કરાયા છે. ત્યારે રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા ગુજરાતના શહેરો સ્વચ્છ શહેરોની યાદીમાં હજુ ઘણાં દૂર છે.

Advertisement

પરંતુ ઝોનલ લેવલ એવોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે બેસ્ટ શહેરમાં ગુજરાતના અંકલેશ્વરનું નામ ચમકયું છે. એવોર્ડની યાદીમાં ૧૦ લાખી વધુની વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશનું ગાઝિયાબાદ શહેરનું નામ સૌથી ઝડપી સ્વચ્છતા છતાં શહેરોમાં પ્રમ ક્રમે આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૮ અંતર્ગત ૫૩.૫૮ લાખ સ્વચ્છતા એપ ડાઉનલોડ થઈ છે અને ૩૭.૬૬ લાખ શહેરીજનોના ફિડબેક લેવાયા છે. આ સર્વેક્ષણમાં દેશના નાગરિકોએ સૌથી મોટી ભાગીદારી આપી હતી. સર્વેક્ષણ યોજનાને સફળતા અપાવવામાં સોશિયલ મીડિયા પણ રહ્યું હતું. નાગરિકોના પ્રતિસાદ, સંકલન અને સર્વિસ લેવલ પ્રોગ્રામ એમ ત્રણ રૂપે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા લોન્ચ કરાયેલી સ્વચ્છતા એપમાં ૧.૧૮ કરોડ ફરિયાદો નોંધાણી હતી. કુલ ૯૪ હજાર ઘરે-ઘરે જઈને સફાઈ અંગેના ડેટા લેવાયા હતા. એક લાખી વધુ વસ્તી ધરાવતા પાટનગરોને રાષ્ટ્રીય લેવલે અને ૧ લાખી ઓછી વસ્તી ધરાવતા શહેરોને ર્નોથ સાઉથ ઈસ્થ, વેસ્ટ અને ર્નોથ ઈસ્ટ એમ ભાગોમાં રેન્ક અપાયા છે. દેશભરમાંથી ઈંદોર, ભોપાલ, ચંદીગઢ એમ ત્રણ શહેરોને ભારતના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ આપવામાં આવશે.

એવોર્ડની વાય કેટેગરીમાં નેશનલ લેવલે સ્વચ્છ શહેરોમાં દિલ્હી, બીજા ક્રમે ઉત્તરાખંડનું અલ્મોરા, ત્રીજા ક્રમે ઉત્તરાખંડનું રાનીખેત ચોથા ક્રમે નાગરીકોના પ્રતિસાદ અંગે નૈનીતાલ ત્યારબાદ સર્જનાત્મક શહેરોમાં તામિલનાડુ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પાંચમાં ક્રમે શિમલા રહ્યું હતું. તા ઝારખંડ, મહારાષ્ટ્ર અને ચંદીગઢ બેસ્ટ પફમેન્સ ધરાવતા રાજયોમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવ્યા હતા. ર્નોથ ઝોનમાં સૌથી સ્વચ્છ પંજાબ ભાડસન, મુનક, ઘરોંદા રહ્યું તો ઈસ્ટ ઝોનમાં બુંદુ, નારખારપુર અને પાકુર વિસ્તાર રહ્યો છે. ત્યારે ગુજરાતના અંકલેશ્વરને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વેસ્ટ ઝોન તરીકે એવોર્ડ મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.