Abtak Media Google News

મુંબઇ આર.ડી. ગ્રુપના કલાકારો સ્નેહા દેસાઇ અને પ્રતાપ સચદેના અભિયનથી દર્શકો થયા પ્રભાવિત

૧૬ મે ના રોજ મુંબઇથી આવેલા આર.ડી. ગ્રુપના કલાકારોએ રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે ખુબ જ સુંદર નાટક વારસ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં નાટકની લેખીકા અને અભિનેત્રી સ્નેહા દેસાઇ, પ્રતાપ સચવે જેવા ઉમદા કલાકારો દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું હતું. અને હેમુગઢવી હોલમાં બહોળી સંખ્યામાં લોકો નાટક જોવા ઉ૫સ્થિત રહ્યા હતા.

Vlcsnap 2018 05 17 08H55M29S120અબતક સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રી સ્નેહા દેસાઇ એ જણાવ્યું કે તે વારસ નાટકની અભિનેત્રી અને લેખીકા છે અને મુંબઇથી આવેલ છે. રાજકોટ ખાતે વારસના શોઝ લઇને અને અમે આશા રાખીએ છીએ કે રાજકોટની પ્રજાને આ નાટક ખુબ ગમશે. અમે રાજકોટમાં પહેલા પણ નાટકો લઇને આવ્યા છીએ.

અહીંની ઓડીયન્સ ખુબ જ ટ્રેડીસનલ ઓડીયન્સ છે. રાજકોટનું પારપરિક નાટકો માણ્તું અને જોતું ઓડીયન્સ છે અહીંનું અને અમોને ખુબ જ સુંદર પ્રતિસાદ મળે છે ભાષાને તેઓ માણે છે.

Vlcsnap 2018 05 17 08H53M13S39

કથા વસ્તુને માણે છે તેથી જ અહીં પર્ફોમેન્સ કરવાની ખુબ જ મજા આવે છે. વારસ નાટકમાં ગ્રીસ ડીમેલો કરીને ખ્રિસ્તી છોકરીની ભુમિકા ભજવી હતી.

Vlcsnap 2018 05 17 08H54M07S66

અબતક સાથેની વાતચીત દરમિયાન અભિનેતા પ્રતાપ સચદેએ જણાવ્યું કે કોડમંત્ર અને વારસ નાટક કર્યા પછી તે મારા મગજમાં સજજ બેસી ગઇ છે કે જીંદગીમાં તમે ખરેખર મહેનત કરો તો ઉપરવાળો તમને ફળ આપ્યા વગર રહેતો નથી. કોડમંત્ર તેના જીવનમાં છેલ્લા ૧પ દિવસમાં જ આવી હતી. અને અમને ઘણી બધી સરાહના મળી હતી. તેમજ આ નાટક વારસ પણ ખુબ જ સુંદર નાટક છે અને રાજકોટમાં અમે આ નાટક રજુ કર્યુ અને ખુબ જ આનંદ થયો અને અહીંની રાજકોટની જનતાનો તમને ખુબ જ સાથ સહકાર મળ્યો છે અને તેમને અમારું નાટક બહુ જ પસંદ પડયું છે આ નાટકમાં મારું પાત્ર શોનક આચાર્ય હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.