Abtak Media Google News

૩૬૩ ટીમ દ્વારા ૧ ફેબ્રુઆરી સુધી ચાલશે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ: શાળા આરોગ્ય સપ્તાહ અંતર્ગત ગામે-ગામ જનજાગૃતિનો કાર્યક્રમ પણ યોજાશે.

રાજયના તમામ બાળકોની તંદુરસ્તી માટે રાજયની ભાવિ પેઢીના આરોગ્યનું જતન કરવા માટે સમગ્ર રાજયમાં અને રાજકોટ જીલ્લામાં ગઇકાલથી થી તા. ૧ ફેબ્રુઆરી સુધી ખાસ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરુ થશ. જે કાર્યક્રમ અત્વયે ૦ થી ૧૮ વર્ષના રાજયના ૧.૫ કરોડ થીવધુ અને રાજકોટ જીલ્લાના ૧,૧૪,૧૧૯ બાળકોની આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત તબીબી અધિકારીની આગેવાની નીચે આરોગ્ય ટીમ દ્વારા દરેક શાળામાં જઇને બાળકોને આરોગ્ય તપાસ કરવામાં આવશે. બિમારબાળકોને  સ્થળ પર સારવાર આપવામાં આવશે. દ્રષ્ટિ ખામીવાળા બાળકોને ચશ્મા અપાશે. વધુ બિમાર બાળકને નિષ્ણાંત પાસે મોકલવામાં આવશે. તેમજ હ્રદય, કીડની, કેન્સરની બિમારીવાળા બાળકને સુપર સ્પેશ્યાલીસ્ટ પાસે મોકલવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લામાં ૦ થી ૧૮ વર્ષના ૪,૧૪,૧૧૯ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે. આ માટે કુલ ૩૬૩ ની ટીમ બનાવવામાં આવી છે. જે જીલ્લાના તમામ ગામોમાં જઇ ને શાળામાં બાળકોની આરોગ્ય તપાસણી કરશે જીલ્લાની કુલ ૧૩૫૩ શાળામાં તથા ૧૪૦૨ આંગણવાડીમાં આ કામગીરી કરવામાં આવશે રેફરલ સેવાઓ માટે નિષ્ણાંત તબીબો સેવાઓ અપાશે.

બાળકોના આરોગ્ય તપાસની સાથે સાથે બાળકોને પોષણક્ષમ આહાર, સ્વચ્છ વાતાવરણ, સલામત પીવાનું પાણી, આરોગ્ય પ્રદ માહોલ ઉભો થશે અને ગ્રામકક્ષાએ કામ કરતા આરોગ્ય શિક્ષણ મહીલા અને બાળ વિકાસ, પંચાયત પાણી પુરવઠા વગેરે વિભાગોની સહભાગીતાને કારણે આરોગ્ય ઉત્સવનું નિર્માણ થશે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે  જાગૃતિની પ્રણાલી શરુ થશે. આ શાળા આરોગ્ય સપ્તાહમાં પાંચ દિવસના કાર્યક્રમો દરમિયાન અલગ અલગ વિભાગને થીમ વિભાગ તરીકે જાહેર કરાયેલ છે.

પ્રથમ દિવસે પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામ અને શાળાની સફાઇ, પાણીના સ્ત્રોત અને ગટર સફાઇ તેમજ શાળા અને ગામમાં ઔષધિય વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે. બીજા દિવસે આરોગ્ય અને શિક્ષણ વિભાગના સહયોગથી આરોગ્ય ટીમ બાળકોની પ્રાથમીક આરોગ્ય તપાસ કરશે.

ત્રીજા દિવસે મહીલા અને બાળ વિકાસતેમજ આરોગ્ય વિભાગ દ્વારા ન્યુટ્રેશન ડે ઉજવવામાં આવશે જે અંતર્ગત વાનગી હરીફાઇ, તંદુરસ્ત સગર્ભા ફરીફાઇ, તંદુરસ્ત બાળ સ્પર્ધા, પૌષ્ટિક વાનગી હરીફાઇ દાદા-દાદી મીટીંગ અને આંગણવાડી કાર્યક્રર દ્વારા વિવિધ મીટીંગ  કરવામાં આવશે.

ચોથા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસણી દિવસ તરીકે ઉજવવામાં આવશે ચોથા દિવસે બાળકોને તપાસ સાથે વાલી મીટીંગ પણ યોજવામાં આવે છે જેથી બાળકોને થતા રોગો વિશે વાલી સાથે ચર્ચા કરી  શકાય. પાંચમ દિવસે પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્યલક્ષી નાટકો, ગીતો, કવિતા, રમતો તેમજ ઇનામ વિતરણ કરવામાં આવશે.

જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, તથા જીલ્લા આર.સી.એચ. અધિકારી ડો. મિતેષ  એન.ભંડેરી અને જીલ્લા એપેડેમીક અધિકારી ડો. નિલેશ એમ. રાઠોડ તથા શાળા આરોગ્યની ટીમ આ કામગીરી સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.