Abtak Media Google News

ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા તથા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે

ભણવામાં ખૂબ જ તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતાવિદ્યાર્થીઓને તમામ પ્રકારની શૈક્ષણિક સહાય પૂરી પાડતી સંસ્થા  પુજીતરૂપાણી મેમો. ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ દ્વારા ધો.8 થી 12 સુધીના અભ્યાસ માટે દતક લેવાયેલા 19 છાત્રો માટેનો દીક્ષાગ્રહણ સમારોહ 18 સપ્ટેમ્બર, રવિવારના રોજ રાખવામાં આવ્યો છે. પેડક રોડ ઉપર આવેલ  અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં યોજાનાર દીક્ષાગ્રહણ સમારોહનો સમય સાંજે 4.30 થી 6.30 સુધીનો રહેશે. આ સમારોહનાઉદઘાટક તરીકે માન. પૂજ્ય શ્રી જીજ્ઞેશ દાદા (પ્રખર ભાગવતાચાર્ય), અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણીતથા મુખ્ય મહેમાન તરીકે માન. શ્રી ગોવિંદભાઇ ધોળકિયા (રામકૃષ્ણ ડાયમંડ  સમાજ શ્રેષ્ઠીશ્રી સુરત) હાજરી આપશે. સમારોહમાં ધો.8 થી 12 સુધીના અભ્યાસ માટે પસંદ થયેલા તમામ છાત્રો વૈદિક શ્લોકોના પઠન દ્વારા યજ્ઞમાં આહુતિ આપી ઉચ્ચ અભ્યાસ માટેનો સંકલ્પ કરશે.

પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના સમન્વય સમાન આ સમારોહનું ઉદઘાટન માન. પૂજ્ય  જીજ્ઞેશદાદાના   હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવશે. આ તકે યુવા છાત્રોને પ્રોત્સાહિત કરવા સમાજનાશ્રેષ્ઠીઓહાજર રહેશે તથા ટ્રસ્ટ દ્વારા દતકલેવાયેલ છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં નિમિત બનતા શહેરની ખાનગી શાળાઓના સંચાલકોનું આ તકે સન્માન કરાશે.  ઉલ્લેખનીય છે કે   પુજીતરૂપાણી ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિનિ શૈક્ષણિક પ્રોજેક્ટ છેલ્લા 23 વર્ષથી જરૂરિયાતમંદ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધા પૂરી પાડવા માટે શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમિશન અપાવીતેમનો તમામ પ્રકારનો શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કૂલ ફી, પાઠ્યપુસ્તકો, માર્ગદર્શિકાઓ, નોટબૂક્સ, યુનિફોર્મસહિતનો ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત આ વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવા માટે ટ્રસ્ટના બિલ્ડિંગમાં ગ્રુપ ટ્યુશનની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ સ્કૂલે જવા આવવા માટે સાયકલ પણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત જરૂર પડયે તમામ પ્રકારની મેડિકલ સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. આ જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેક્ટ દ્વારા પસંદ થયેલા શરૂઆતની બેચના છાત્રો હાલમાં ડોક્ટર, એંજીનિયર, પ્રોફેસર, ફાર્મસિસ્ટ સહિતની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી પોતાના કુટુંબના તારણહાર બની ચૂક્યા છે.

જ્ઞાનપ્રબોધિનિ શૈક્ષણિક પ્રોજેક્ટ સંચાલિત ઉપરોક્ત દીક્ષાગ્રહણ સમારોહમાં હાજરી આપવા શહેરના તમામ શિક્ષણ પ્રેમી નાગરિકોને ટ્રસ્ટના ચેરમેન  વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી  અંજલિબેન રૂપાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈભટ્ટનો ટ્રસ્ટના  ફોન નં. 0281-2704545 દ્વારા સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.