Abtak Media Google News

સાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા ઈશાંત શર્માને મોકો મળ્યો: ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડને બદલે માર્ક વુડને સ્થાન અપાયું

નોટિંગહામમાં ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યા બાદ હવે આજથી ક્રિકેટના મક્કા લોર્ડસ પર બીજી ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. ઈતિહાસ રહ્યો છે કે, લોર્ડસમાં ઈંગ્લેન્ડ વધુ સફળતા મળી છે પરંતુ એવું પણ નથી કે, ભારતીય ટીમ લોર્ડસમાં ક્યારેય જીતી નથી. છેલ્લા 18 મોકામાં બેવાર ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો અભેદ કિલો પોતાના નામે કરવામાં સફળ રહી છે. ભારતે છેલ્લે 2014માં લોર્ડસમાં વિજય મેળવ્યો હતો. આ વખતે 7 વર્ષ જૂની સફળતાને રીપીટ કરવાનો સમય આવી ગયો છે. જો કે, પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદની વિઘ્નને ભારતને જીતથી દૂર રાખ્યું હતું ત્યારે ભારત આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પણ વરસાદને કારણે ટોસ પણ મોડો ઉછળ્યો હતો ત્યારે હવે બીજી ટેસ્ટમાં પણ વરસાદ ભારતને જીતથી દૂર રાખશે ?

ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ સારો દેખાવ ર્ક્યો હતો જેથી ટીમ ઈન્ડિયાનું કોન્ફીડેન્ટ લેવલ હાઈ છે. લોર્ડસમાં ભારત માટે વિજયની તક એટલા માટે સારી છે કેમ કે ઈંગ્લેન્ડના ઘણા અનુભવી ખેલાડી ઈજાગ્રસ્ત છે. જેમાં સ્ટ્રુઅર્ટ બોડ અને જેમ એન્ડરેસન સામેલ છે.

ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં પણ બે બદલાવ થઈ શકે છે. તેમાંથી એક સાર્દુલ ઠાકુર જેને હેમસ્ટ્રીંગ ઈન્જરીના કારણે બીજા ટેસ્ટમાંથી બહાર થઈ ચૂક્યો છે. તેના સ્થાને ઈશાન શર્મા કે જેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે. લોર્ડસના મેદાન પર ઈશાન શર્માનો દેખાવ શાનદાર રહ્યો છે. 2014માં લોર્ડસમાં ટીમની જીતમાં ઈશાન શર્માની મહત્વપૂર્ણ ભૂમીકા રહી હતી. બીજા દાવમાં તેણે 74 રન પર 7 વિકેટ મેળવી હતી અને મેચના હિરો બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોર્ડસના હવામાન પ્રમાણે તાપમાન 23 ડિગ્રી નજીક રહેશે જો કે સવારના સમયે વરસાદની સંભાવના ન હોવા છતાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે  ઝરમર વરસાદ વરસ્યો હતો જેના કારણે ટોસ પણ મોડો ઉછળ્યો હતો. જો કે હવે પાંચ દિવસ સુધી હવામાન સાફ રહેશે તો પાંચમાં દિવસની મેચ પૂરી જોવા મળશે. પરંતુ જો વરસાદની વિઘ્ન બનશે તો ભારત હજુ જીતથી દૂર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.