Abtak Media Google News
  • વાડીએ રમતી 11 વર્ષની બાળકી ઉપર પાંચ ડાધીયા ત્રાટકયા: પરિવારમાં શોક

ભાણવડનાં રૂપામોરા ગામે કુતરાઓ (શ્વાનો) આતંક મચાવી અગીયાર વરસની માસુમ બાળકીને ફાડી ખાતા મોત થયું છે.

બનાવની મળતી વિગત મુજબ ભાણવડ જામખંભાળીયા હાઇવે માર્ગ ઉપર રુપામોરા ગામે પુરીબેન હિરાભાઇ ીપપરોતર નામના 11 વર્ષની બાળકીને પોતાની વાડી નજીક રમતી હતી તે દરમ્યાન પાંચથી છ કુતરા ત્યાં આવી ચડી પુરીબેન નામની બાળા ઉપર  ભારે હુમલો કર્યો હતો.બાળકીને આખા શરીરમાં બચકા ભરી લઇ ગંભીર ઇજા સાથે  લોહીલુહાણ કરી મૂકી હતી. ત્યારે ગંભીર હાલતમાં પુરીબેનને ભાણવડની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.

પરંતુ ઇજા ગંભીર હોવાથી સારવાર મળે તે પહેલાં જ તેનું કરુણ મોત થયું હતું.જાણવા મળતી વિગત મુજબ રુપામોરા ગામની બાળકી પુરીબેન છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્યારે અચાનક તેમના નિધનથી શાળામાં અને ગામમાં શોકનું  મોજુ ફરી વળ્યું છે. પુરીબેનની સ્મશાન યાત્રામાં હૈયાફાટ રુદન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.