Abtak Media Google News

પત્નીની આંગળીયાત પુત્રી ન ગમતા પાલકપિતા બન્યો હેવાન: બંનેને વિરૂધ્ધ નોંધાતો ગુનો

અબતક,રાજકોટ

ઉપલેટાના સમઢીયાળા ગામે રહેતી અને બીજા લગ્ન કરનાર પરણીતાની પુત્રીને પાલકપિતાએ ઢોરમાર મારી ત્રણ ચાર દિવસ ગોંધીરાખી હતી અને તેના મિત્રએ નિર્લજજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરણીતાએ બંને વિરૂધ્ધ પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સમઢીયાળાના વેલનાથ સોસાયટીમાં રહેતા અંજનાબેન ચુડાસમાએ પાટણવાવ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેને ધર્મેશભાઈપ્રવીણ ચુડાસમા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અને પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા પહેલા પતીથી તેને એક 3 વર્ષની પુત્રી હતી જેથી બંને ધર્મેશ સાથે રહેતા હતા પરંતુ દીકરી સોતેલી હોવાથી ધર્મેશે પોત પ્રકાશયું હતુ અને 3 વર્ષની માસુમ બાળકી પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતુ ઉપરાંત માસુમ બાળકીને ગોંધી રાખી તેને ઢોરમારમાર્યો હતો. સાથે પાલક પિતાનો નરાધમ મિત્ર સંજય ચીમન મુછડીયાએ માસુમ બાળકી સાથે શારીરીક અડપલા કરી નીર્લજજ હુમલો કર્યો હતો. અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

સમગ્ર ઘટનાની વાત માસુમ બાળખીએ તેની માતાને કરતા માતા પર આભ ફાટી પડયું હતુ અને પ્રથમ બાળકીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને બનાવની જાણ પાટણવાવ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ અને માતાની ફરિયાદ પરથી પાલકપિતા ધર્મેશ અને તેના નરાધમ મીત્ર સંજય વિરૂધ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

નરાધમ પાલકપિતાએ માસુમને ચાર દિવસ ગોંધી રાખી

ઉપલેટાના સમઢીયાળા ગામમાં ચકચાર મચાવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાલકપિતાએ 3 વર્ષની માસુમ પુત્રીને ચાર દિવસ ગોંધી રાખી અને ઢોરમારમાર્યો હતો. અને પાલક પિતાના મિત્રએ માસુમ સાથે શારીરીક અડપલા કરી મારી નાખવાની ધમકી આપી હતી બનાવની જાણ માતાને થતા તેને બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ બંને નરાધમો વિરૂધ્ધ પોકસો હેઠ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.