Abtak Media Google News

જળ, જમીન અને જોરુ કજીયાના છોરુ ઉક્તિ કુરણ રીતે સાર્થક થતી ઘટના રાજકોટના આજી ડેમ ચોકડી નજીક બની છે. પતિને તજીને પ્રેમી સાથે રહેવા ગયેલી બેવફા પત્નીને મોતને ઘાટ ઉતારવાના ઝનુન સાથે યમદુત બનેલા પતિએ પોતાની પત્ની, માસુમ પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક નીચે કચડી કરપીણ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ત્રિપલ મર્ડરની ઘટનાને જીવલેણ અકસ્માતમાં ખપાવવાના હીન પ્રયાસનો આજી ડેમ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી એક સાથે ત્રણ માનવ જીંદગીને મોતને ઘાટ ઉતારનાર ક્ધટેનર ચાલકની ધરપકડ કરી છે.

હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો હીન પ્રયાસ: આજી ડેમ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી હત્યારા ટ્રક ચાલકને ઝડપી લીધો

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રૈયા રોડ પરના ઈન્દીરાનગરમાં રહેતાં પ્રવિણ વાલજીભાઈ દાફડાએ 17 વર્ષ પહેલાં પારૂલ સાથે લવમેરેજ કર્યા હતા. દામ્પત્યજીવન દરમિયાન બંનેને બે પુત્રોની પ્રાપ્તી થઈ હતી. જેમાંથી મોટા પુત્રનું નામ બંટી (ઉ.વ.14) છે. જયારે નાના પુત્રનું નામ પ્રદિપ (ઉ.વ.11) હતું. પારૂલને બે વર્ષથી કોઠારીયા રોડ પરની સુખરામનગર સોસાયટી શેરી નં.8માં એકલા રહેતા અને કેટરર્સનું કામ કરતા નવનીત રામજીભાઈ વરૂ (ઉ.વ.ર4) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પારૂલને પતિ પ્રવિણ સાથે છેલ્લા ઘણાં સમયથી બનતું ન હતું. બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા.

જેને કારણે કંટાળીને પારૂલ એકાદ માસ પહેલાં નાના પુત્ર પ્રદિપને લઈ પ્રેમી નવનીત સાથે રહેવા આવી ગઈ હતી. આ ઘટનાક્રમ વચ્ચે આજે સવારે પ્રવિણે 181માં કોલ કરી એવી ફરિયાદ કરી હતી કે તેની પત્ની પારૂલને તેનો પ્રેમી નવનીત બહુ જ દુખ, ત્રાસ આપે છે. જેથી હવે પારૂલને, પ્રેમી નવનીત સાથે રહેવું નથી. આ કોલને પગલે 181નો સ્ટાફ સુખરામનગર સોસાયટીમાં પહોંચ્યો હતો. જયાંથી પારૂલ અને તેના પ્રેમી નવનીતને ભક્તિનગર પોલીસ મથકે લઈ આવ્યો હતો. પ્રવિણને પણ ભક્તિનગર પોલીસ મથકે બોલાવી લીધો હતો.

પૂછપરછમાં પારૂલે પ્રેમી નવનીત પોતાને કોઈ ત્રાસ નહીં આપતો હોવાનું સ્પષ્ટ રીતે જણાવી પોતે તેની સાથે જ રહેવા માંગતી હોવાનું કહેતા નિવેદનો નોંધી ત્રણેયને જવા દેવાયા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનેથી નવનીત પ્રેમીકા પારૂલ અને તેના પુત્ર પ્રદીપ સાથે એકટીવા પર ટ્રીપલ સવારીમાં રવાના થયો હતો. જયારે પ્રવિણ રિક્ષામાં રવાના થયો હતો. પ્રવિણ અવધ નમકીનનું ક્ધટેનર ચલાવે છે. આ ક્ધટેનર તેણે કોઠારીયા ચોકડી રાખ્યું હતું. જયાં રિક્ષામાં પહોંચ્યો હતો.

થોડી વાર પછી જ ત્યાંથી નવનીત, તેની પ્રેમીકા પારૂલ અને તેનો પુત્ર પ્રદીપ એકટીવા પર નીકળ્યા હતા. આ દ્રશ્ય જોઈ જતા પ્રવિણને કાળ ચડી ગયો હતો અને તેણે ક્ધટેનર તેના એકટીવા પાછળ ભગાડયું હતું. ગોંડલ ચોકડીથી આજી ડેમ ચોકડી તરફ જવાના રસ્તા પર પ્રવિણે પોતાના ક્ધટેનરની સ્પીડ વધારી સાઈડમાં પાર્ક નવનીતના એકટીવા ઉપર ચડાવી દેતા તેના પુત્ર પ્રદિપનું સ્થળ પર મૃત્યુ નિપજયું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ નવનીત અને તેની પ્રેમીકા પારૂલને સિવીલમાં ખસેડાયા હતા જયાં બંનેના ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજયા હતા.

શરૂઆતમાં પ્રાણઘાતક અકસ્માતનો આ બનાવ હોવાનું આજી ડેમ પોલીસને લાગ્યું હતું. તેનો સ્ટાફ તત્ત્કાળ સ્થળ પર દોડી ગયો હતો. મૃતકોની ઓળખ મેળવી નવનીતના ભાઈ હિતેષને કોલ કર્યો હતો. જેણે પોલીસને કહ્યું કે તેના ભાઈ નવનીતને હાલ ક્ધટેનર ચાલક પ્રવિણ સાથે માથાકૂટ ચાલતી હતી. જેને કારણે પોલીસે તત્કાળ પ્રવિણની શોધખોળ કરી તેને ઝડપી લીધો હતો. શરૂઆતમાં તેણે અકસ્માતનો જ બનાવ હોવાનું રટણ કર્યું હતું. એટલું જ નહી ડર લાગતા ક્ધટેનર મુકી ભાગી ગયાનું પણ કહ્યું હતું. પરંતુ તેની વાત શંકાસ્પદ લાગતા ડીસીપી સજ્જનસિંહ પરમાર અને પીઆઈ એલ.એલ. ચાવડાએ ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ગુનો કબુલી લીધો હતો. જાણી જોઈને ક્ધટેનર નીચે પત્ની તેના પ્રેમી અને પુત્રને કચડી નાખ્યાનું કબુલી લેતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આજી ડેમ પોલીસે હત્યાનો ભોગ બનનાર નવનીતના ભાઈ હિતેષ (ઉ.વ.46, રહે. ભુમેશ્વરી સોસાયટી શેરી નં.1, રણુંજા મંદિર પાસે)ની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધ્યો હતો.

પતિ, પત્ની અને વો  વચ્ચેના વિવાદનો લોહીયાળ અંજામ

મૃતકની અને આરોપીની લફરાબાજ પત્નીના કારણે બની ત્રિપલ હત્યાની ઘટના

પાંચ વર્ષ પહેલાં પત્ની પુત્ર સાથે પરપુરુષ સાથે પલાયન થતા કડીયા યુવકે કેટરર્સમાં કામ કરતી બે સંતાનની માતા સાથે કરેલું ઘરઘરણું મોતનું નિમિત બન્યું

મેં તુમ્હે ભુલ જાઉ યે હો નહી શકતા ઔર, તુમ મુજે ભુલ જાઓ યે મે હોને નહી દુંગા હિન્દી ફિલ્મ ધડકન ફિલ્મમાં સુનિલ શેટ્ટીના ડાયલોગ જેવી ઘટના રીયલ લાઇફમાં બની છે. મૃતકની પત્ની અને આરોપીની પત્નીના પરપુરુષ સાથેના લફરાના કારણે ત્રિપલ મર્ડરની ઘટના બની છે. કોઠારીયા ચોકડીથી આજી ડેમ ચોકડી તરફ જતા માર્ગ પર જી.જે.3 કે. 5560 નંબરના એક્ટિવા સવાર ત્રણને જી.જે.3બીડબલ્યુ.  9075 નંબરના ક્ધટેનકરની ઠોકર મારી ચગદી નાખ્યા કરુણાંતિા સર્જતી ઘટના પાછળ મૃતક અને આરોપીની પત્નીના પરપુરુષ સાથેના અનૈતિક સંબંધો કારણભૂત રહ્યા છે.

મૃતક કોઠારિયા રોડ પર આવેલા સુખરામનગરમાં રહેતા નવનીત વરુના સાતેક વર્ષ પહેલાં ક્રિષ્ના ચાવડા સાથે લગ્ન થયા હતા. દંપતી વચ્ચે મનમેળ ન થતા ક્રિષ્ના ચાવડાએ પાંચે વર્ષ પહેલાં પતિ નવનીત વરુને છુટાછેડા આપી પુત્ર માનવ સાથે જતી રહી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. નવનીત વરુને કેટરસના કામ દરમિયાન રૈયાધાર પર આવેલા ઇન્દિરાનગરમાં રહેતી બે સંતાનની માતા પારુલના પરિચયમાં આવતા બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા.  પારુલે પોતાના ટ્રક ચાલક પતિ પ્રવિણ દાફડાને તજીને નાના પુત્ર પ્રદીપ સાથે એકાદ માસથી રહેવા જતી રહી હતી. ત્યારથી બેવફા પત્નીને મોતને ઘાટ ઉતારવાના ઝનુન સાથે યમદુત બનીને એક સાથે ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા છે.

રાજકોટમાં ઓકટોમ્બર માસ બન્યો રકતરંજીત: બાળકી સહિત નવ હત્યા

ક્ષણિક ગુસ્સાના કારણે થયેલા ઝઘડાના છ બનાવમાં નવને નિર્દયતાથી રહેસી નખાયા

ક્ષણિક ગુસ્સાના કારણે થતા ઝઘડાનું  પરિણામ ગંભીર આવતા હોય છે. રાજકોટમાં ઓકટોમ્બર માસમાં બાળકી સહિત નવ માનવ જીંદગીને નિર્દયતાથી રહેશી નાખ્યાનું પોલીસમાં નોંધાયું છે.  લક્ષ્મીનગરમાં માસુમ બાળકીનું અપહરણ કરી ત્રણ નરાધમે દુષ્કર્મ આચરી કરપીણ હત્યા કરી છે., રૈયા રોડ રોડ પર પૈસાની ઉઘરાણીના પ્રશ્ર્ને યુવકને છરીના ઘા ઝીંકી સરા જાહેર વેતરી નાખવામાં આવ્યો હતો. શહેરના સામાકાંઠે મોબાઇલ છુપાવી દેવા જેવી સામાન્ય બાબતે કાકા-ભત્રીજા વચ્ચે મજાક મશ્કરીમાં ગળુ દાબી કાકાએ ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.,

ભાવનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડ સામે ચાંદીના કારખાનામાં ચાંદી ચોરીની શંકા સાથે કારખાનેદાર સહિત 15 શખ્સોએ ઢોર માર મારી બે પરપ્રાંતિય યુવકનું ઢીમઢાળી દીધું હતું., ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં પતિના પેટમાં છરીના ઘા ઝીંકી પત્નીએ કરપીણ હત્યા કરી  છે. જ્યારે  પતિ, પત્ની અને વો વચ્ચે ચાલતા વિવાદના કારણે ટ્રક ચાલક પ્રવિણ દાફડાએ પોતાની પત્ની, પુત્ર અને પત્નીના પ્રેમીને ક્ધટેનર નીચે ચગદી મોતને ઘાટ ઉતારી દેતા રાજકોટમાં ઓકટોમ્બર માસ રકતરંજીત બની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.