Abtak Media Google News

મહિલાઓની મદદ માટે પશ્ચીમ કચ્છ પોલીસ દ્વારા નવતર પહેલ કરી અને વિરાંગના સ્કવોર્ડનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. જેને સમગ્ર પ્રશ્ચિમ કચ્છમાથી ખુબજ આવકાર મળવા પામી રહ્યો છે. થોડા સમય પહેલા જ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે એસપી સૌરભસિગે આ સ્પેશ્યલ સ્કવોર્ડને લીલીઝડી આપી પેટ્રોલીગ માં પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ સ્કવોર્ડમાં આઠ મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ કરાયો છે. બબ્બે મહિલા પોલીસકર્મી ચાર બાઈક-બુલેટ પર શહેરના વિવિધ છ જેટલા રૂટસ પર પેટ્રોલીગ કરતી રહે છે.

પશ્ચિમ કચ્છમાં મહિલા પોલીસકર્મીઓની આ ખાસ સ્કવોર્ડ શાકમાર્કેટ, બાગ-બગીચા, સ્કુલ-કોલેેજ જેવા મહિલાઓની અવરજવરથી ધમધમતા વિસ્તારોમા સતત પેટ્રોલીગ કરી અસામાજિક તત્વો ઉપર નજર રાખે છે. તો વળી નિસહાય વૃદ્ધો અને જરૂરિયાતમંદ બાળકોને પણ મદદ કરતી રહે છે. એ જ રીતે મહિલા પર થતા અત્યાચારના બનાવમાં 181ની ટીમ અને પીસીઆર વાન જયા જાય ત્યા જઈને તેમની કાગમીરીમાં પણ સહયોગી બની શકે છે. હાલ છ રૂટ નકકી કરાયા છે. જેમા ભુજ શહેર એ અને બી ડીવીજન પોલીસ મથક મોટાભાગના વિસ્તાર આવરી લેવાયા છે.

કોઈ ફરીયાદ કરે કે ના કરે પણ મહિલા અત્યાર કે જરૂરતમંદ વૃદ્ધા-બાળકોના કિસ્સામાં આસ્કવોર્ડ સામેથી પહેલ કરી સંવેદનશીલ કિસ્સાઓમાં જરૂરી મદદ કરી સુરક્ષાની હુંફ પુરી પાડી રહી છે. તાજેતરમાં શહેરના બી ડિવિઝન વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો તો ખેંગાર બાગ વિસ્તારમાંથી સાતેક જેટલા નશાખોરોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે શરમજનક તે ઘટના છે કે મળદ મુછાળા જોતા રહ્યા અને વીરાંગનાઓ મેદાન મારી ગઈ તેવી પણ ચર્ચા શહેરમાં ચર્ચાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.