Abtak Media Google News

દસાડા તાલુકાના વડગામે એક યુવાન પર બે મહિલા સહિત છ શખ્સોએ ખૂની હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગરબીમાં મહિલાઓ સાથે પુરૂષોને ગરબા રમવાની ના કહેતા યુવક પર તલવાર, ધોકા વડે તૂટી પડયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ દસાડા તાલુકાના વડગામમાં રહેતા અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા આનંદકુમાર ચંદુભાઈ મકવાણા નામના 20 વર્ષના યુવાન પર તેના જ ગામના સુનિલ જગાજી ઠાકોર, જગાજી જોહાજી ઠાકોર, પ્રવિણ જગાજી, રમુજી જેહાજી, ચંદ્રીકાબેન જગાજી અને કંચનબેન ઉર્ફે કાબી જગાજી ઠાકોરે ખૂની હુમલો કર્યો હતો.

આનંદકુમાર મકવાણાએ નોંધાયેલી ફરિયાદ મુજબ પોતાના ગામે થતી ગરબીમાં મહિલાઓ સાથે પુરૂષોને ગરબા રમવાની ના પાડયાનો ખાર રાખી યુવાનનું રસ્તા વચ્ચે બાઈક આંતરી સુનિલ ઠાકોર તલવાર વડે ખૂની હુમલો કર્યો હતો. તો તેનીસાથે રહેલા અન્ય આરોપીઓ ધોકા જેવા હથીયાર વડે ખૂની હુમલો કરતા પોલીસે બે મહિલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.