Abtak Media Google News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં 5 મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. ભારતમાં જ રમાઈ રહેલી આ સિરીઝની ચોથી મેચ શુક્રવારે રાયપુરમાં રમાઈ હતી . રવિવારે સિરીઝની અંતિમ મેચ રમાશે અને ઓસ્ટ્રેલિયા ત્યારબાદ વતન પરત ફરશે. આ દરમિયાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી છે.

પાકિસ્તાની ખેલાડીઓ પોતાના લગેજને જાતે જ ઉંચકી  ટ્રકમાં ભરી રહ્યા હોવનો વિડિયો વાઇરલ

પાકિસ્તાની એમ્બેસી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કોઈ અધિકારી તેના સ્વાગતમાં  હાજર નહોતો.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેમના બોર્ડ તરફથી અવાર નવાર સ્વમાનની વાતો કરવામાં આવતી હોય એવું સાંભળવા મળે છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓની હાલત દયાજનક સ્થિતિમાં જોવા મળી હતી. જે દ્રશ્ય પાકિસ્તાન ખેલાડીઓના જોવા મળ્યા હતા. પાકિસ્તાની ખેલાડીઓ પોતાના લગેજને જાતે જ ઉંચકી ઉંચકીને ટ્રકમાં ભરી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહી છે. આમ પાકિસ્તાનના ખેલાડીઓનુ સન્માન તો ઓસ્ટ્રેલિયામાં દૂર રહ્યુ પરંતુ હાલતો સ્થિતિ કૂલી નંબર-1 બન્યા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રકમાં મોહમ્મદ રિઝવાન ઉભેલો જોવા મળી રહ્યો છે. બાબર આઝમ અને શાહિન આફ્રિદી સહિતના ખેલાડીઓ લગેજ સાથે ટ્રક પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. ખેલાડીઓ પણ ટ્રકમાં સામાન ભરતા જોવા મળતા હતા. તો વળી જાહેરમાં આ સ્થિતિ વચ્ચે કેટલાક ખેલાડીઓ સાથે પ્રશંસકો તસ્વીરો ખેંચાવવાનો મોકો છોડતા નહોતા.

પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ કેનબેરા એરપોર્ટ પહોંચી ત્યારે પાકિસ્તાની એમ્બેસી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો કોઈ અધિકારી તેના સ્વાગત માટે ત્યાં હાજર નહોતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.