Abtak Media Google News
  • રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ ફાઈનલનો મેદાને જંગ

અંડર 19 વર્લ્ડકપ 2024માં ગુરુવારે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમીફાઈનલ ખેલાઈ. આ મેચ ઘણો જ રોમાંચક રહ્યો, જેમાં કાંગારુ ટીમે 1 વિકેટથી બાજી મારી અને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે હવે ફાઈનલમાં ફરી એકવખત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર જોવા મળશે. ફાઈનલ રવિવારે 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં જ રમાશે. ભારતીય ટીમે પ્રથમ સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. વિશ્વ કપનો સેમિફાઇનલ મેચ અત્યંત ઉત્તર ચડાવ વાળો રહ્યો હતો. અંતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એક વિકેટે મત આપી ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.

બીજી સેમીફાઈનલમાં ટોસ હારીને પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી, જેમની શરુઆત ઘણી જ ખરાબી રહી અને આખી ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ. મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમની હાલત ઘણી જ ખરાબ રહી. તેમણે 79 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ અઝાન અવૈસે 52 રન અને અરાફાત મિન્હાસે પણ 52 રન ફટાકરીને પાકિસ્તાનની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 48.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ત્યાં સુધીમાં 179 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાના ટોમ સ્ટ્રેકરે 9.5 ઓવરમાં 24 રન આપીને સૌથી વધુ 6 વિકેટ લીધી.

180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 164 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. તેમણે 24 બોલમાં જીતવા માટે 16 રનની જરુર હતી. જો કે આ રોમાંચક મેચમાં મેકમિલને નોટઆઉટ રહીને 19 રન ફટકારીને બાજી જ પલટાવી દીધી હતી. મેકમિલનનો સાથ કેલમ વિડલરે આપ્યો, જેણે 9 બોલમાં 2 રન કર્યા. પાકિસ્તાની બોલર છેલ્લી ઓવર સુધી મેચ વિનિંગ વિકેટ લેવા માટે તરસતા રહ્યાં પરંતુ અંતે કાંગારુઓએ બાજી મારી લીધી. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 9 વિકેટ ગુમાવીને 181 રન બનાવતા મેચ પોતાના નામે કરી અને કાંગારુઓએ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી. ઓસ્ટ્રેલિયાના હેર ડિક્સને સૌથી વધુ 50 રન અને ઓલિવેર પીકે 49 રનની ઈનિંગ રમી. જ્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર અલી રઝાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. સ્પિનર અરાફત મિનહાસને 2 વિકેટ મળી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.