Abtak Media Google News

કોરોનાની મહામારી અંતર્ગત મેરેજ હોલ, પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલમાં પોલીસનું સઘન ચેકિંગ 

લગ્ન પ્રસંગમાં જાહેરનામાનું ચુસ્ત પાલન કરવા આયોજકોને અપીલ

હાલમા કોરોના વાયરસની મહામારી ખુબજ વધવા પામેલ છે દિન પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણમા વધારો થતો હોય જેથી સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ છે  લગ્ન પ્રસંગમા ફકત 50 વ્યકિતઓને મંજુરી મેળવી હાજર રહેવા માટે જણાવવામા આવેલ છે જે માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરાવવા  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  દ્વારા મેરેજ હોલ, કોમ્યુનીટી હોલ, પાર્ટીપ્લોટ તથા હોટલો જયા લગ્ન પ્રસંગો યોજાતા હોય જયા સઘન ચેકીંગ કરી માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરાવવા તેમજ પાલન નહી કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કર હતી જે સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ  ડી.વી.બસીયા  ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ  ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને મેરેજ હોલ, કોમ્યુનીટી હોલ, પાર્ટીપ્લોટ તથા હોટલો ખાતે લગ્ન પ્રસંગની જગ્યાઓએ સરપ્રાઇઝ ચેકીંગ  કરવામાં આવ્યું હતું.

Img 20210426 Wa0011

જયા આયોજકો દ્વારા મંજુરી મેળવવામા આવેલ છે કે કેમ ? કેટલા લોકો પ્રસંગમા એકઠા કરવામા આવેલ છે ? સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવામા આવે છે કે કેમ ? માસ્ક તથા સેનેટાઇઝર નો ઉપયોગ કરવામા આવેલ છે કે કેમ ? તે બાબતે શહેર વિસ્તારમા ચેકીંગ કરવામા આવેલ. કાર્યવાહી દરમ્યાન કોઇ જગ્યાએ સરકારની માર્ગદર્શીકાનુ પાલન થતુ ન હોય તેવુ જણાય આવેલ નથી તેમજ પ્રસંગના આયોજકોને પ્રસંગ દરમ્યાન માસ્ક પહેરવા, સેનેટાઇ ઝરનો ઉપયોગ કરવા, સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન કરી સરકારશની માર્ગદર્શીકાનુ પાલન કરવા કડક સુચના આપવામા આવેલ.ર શહેર પોલીસ દ્વારા લગ્ન પ્રસંગ કે અન્ય કોઇ મેળાવડા બાબતે સતત વિસ્તારમા વોચ રાખી અને આવા કોઇ મેળાવડા થયેલ જણાશે જયા સરપ્રાઇઝ ચેકીંગ કરી અને તેમા  માર્ગદર્શીકાનુ પાલન કરવામા આવતુ નહી હોય તો તેના આયોજક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે જેથી લગ્ન પ્રસંગ દરમ્યાન આયોજકોએ મંજુરી મેળવી અને પ્રસંગ દરમ્યાન 50 થી વધુ લોકોને એકઠા કરવા નહી અને સરકાર ની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.