Abtak Media Google News

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા લથડતી હોય તેવી ઘટનાઓ આજે સામે આવી છે જેમાં ક્યાંક તો ખાખીનો ખોફ જ આવારા તત્વોમાં ઉતરી ગયો હોય, લગ્ન પ્રસંગમાં દારૂની મહેફિલ માણતા લોકો અને PSIએ કેફી પદાર્થનું સેવન કર્યું હોય તેવી હાલતમાં જોવા મળ્યા’તાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે તો ચાલો જાણીએ વિગતવાર…

લગ્નમાં દારૂ પીરસાયો, વરરાજાને પણ બંદુક અપાઈ !!!


રાજકોટના લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તિરંગા ફિલ્મના ગીત પીલે પીલે ઓ મરરાજા ગીતની કડી પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ પોલીસે શરૂ કરી તપાસ છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવું પણ કેદ થયું છે. વાયરલ વીડિયોમાં ગુનાહિત કૃત્યોમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો સખ્સ તાજેતરમાં ભાઈના લગ્ન અંતર્ગત પેરોલ પર છૂટ્યો હોવાની ચર્ચા છે.

પીએસઆઈએ કર્યું કેફી પદાર્થનું સેવન !!

દીવા તળે જ અંધારા જેવો ઘાટ રાજકોટ પોલીસનો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના પોલીસ કમિશ્નર કચેરી ખાતેના પ્રવેશ દ્વાર પર ફરજ બજાવતા પીએસઆઈએ કેફી પદાર્થનું સેવન કર્યું હોય તેવી આશંકા વચ્ચે લથડીયા ખાતા પીએસઆઈએ મીડિયા સાથે ગેરવર્તણુક કરી હતી. જે બાદ પીએસઆઈએ કોઈ કેફી પ્રવાહીનું સેવન કર્યું છે કે? તે અંગે પૂછપરછ માટે તેમને પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. દરમિયાન મીડિયાકર્મીઓ પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકની કચરા ટોપલીમાં પણ દારૂની ખાલી બોટલો ધ્યાને આવતા ખળભળાટ મચવા પામ્યો છે.

રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ…જાહેરમાં વાહનોના કાચ ફોડ્યા

રાજકોટના કૃષ્ણ નગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક નજીકની છે જ્યાં અસામાજિક તત્વો દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશનની હદમાં જાહેર રોડ પર સ્કૂટર રાખી આવતા જતા રાહદારીઓના વાહનના કાચ તોડ્યા હતા. આવારા તત્વોને પોલીસનો કઈ ખોફ જ ના રહ્યો હોય તેમ તેઓ દિવસે ને દિવસે ગુનાખોરી તરફ વળી રહ્યા છે ત્યારે આ રાહદારીઓને હેરાનગતિ કરવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં રાહદારીની કરના કાચ તોડીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કર્યો હતો ત્યારે આ બાબતે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.