Abtak Media Google News

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મેળાનો પ્રારંભ થશે: રામભાઈ  મોકરિયા અને રમેશભાઈ ટીલાળાની વિશેષ ઉપસ્થિતિ

એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે 20 દેશના 100થી વધુ ડેલીગેટસ ભાગ લેશે: એમએસએમઈ અને એમડીએ એસવીયુએમ સ્કીમ હેઠળ વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના વિકાસ માટે આંતરરાષ્ટ્રિય વેપાર મેળાનું આયોજન થાય છે . તેની નવી કડી સ્વરૂપે આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરીના રોજ એનએસઆઇસી ગ્રાઉન્ડ 80 ફૂટ રોડ ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રિય વેપાર મેળો યોજાશે આ મેળાનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરશે . આ પ્રસંગે સાંસદ રામભાઇ મોકરિયા , ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા , જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ , મ્યુકમિશ્નર અમિત અરોરા , એમએસએમઇ ડેવલપમેનટ ઈન્સટિટયુટના ડિરેકટર  સ્વાતિ અગ્રવાલ , ડી.આઇ.એસ.ના જનરલ મેનેજર કે.વી.મોરી યુવા ડો.હેમાંગ વસાવડા , યુવા અગ્રણી   જય શાહ વગેરે ઉપસ્થિત રહેશે.

Advertisement

આ વેપાર મેળાની માહિતિ આપતા. એસયુવીએમના પ્રેસિડેન્ટ પરાગ તેજુરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે , એસયુવીએમ 2023 વેપાર ઉદ્યોગ મેળામાં સ્થાનિક અને રાજય , રાષ્ટ્રિય કક્ષાએથી લગભગ 25 હજારથી વધુ મુલાકાતીઓ આવશે.મેળામા વિનામૂલ્યે બિઝનેશ કાર્ડ ઉપર પ્રવેશ આપવામાં આવશે. પ્રદર્શનનો સમય સવારે 10 થી સાજે 6 વાગ્યા સુધીનો રહેશે.

એસયુવીએમ આંતરરાષ્ટ્રિય વેપાર મેળામાં વિદેશના દેશો જેમ કે ઘાના , સુદાન , બુર્કિનાફાસો , ટોગો , તાન્ઝાનિયા , ઝામ્બિયા , ઝિમ્બાબ્વે , યુગાન્ડા , કેન્યા , સેનેગલ , કોંગો ગેમ્બિયા , ગેબોન , બાંગ્લાદેશ , ભુતાન , નેપાળ , શ્રીલંકા સહિત અનેક દેશોમાંથી 100 થી વધુ બિઝનેશમેન મુલાકાત લેશે . તેઓ પાંચ દિવસ રાજકોટમાં રોકાશે અને વિવિધ ફેકટરીઓની મુલાકાત લેશે . આ વર્ષ મધ્યપ્રદેશના સભ્યો પણ સ્ટોલ રાખીને ભાગ લઇ રહયા છે . તેમનું એક ડેલીગેશન પણ શો’માં આવશે .ઇન્ડિયન બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના સભ્યો પણ પોતાના સ્ટો લ રાખીને ગાર્મેન્ટની પ્રોડકટ ડિસ્પ્લે કરશે . અમુક આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ પણ પોતાના દેશની પ્રોડકટસ ડિસ્પ્લે કરશે . શોમાં બાંગ્લાદેશ એગ્રિકલ્ચર મશીનરી મર્ચન્ટ એસીનું પ્રતિનિધિમંડળ આવશે.

મુખ્ય મહેમાન તરીકે વેનેઝુએલાના ડિપ્લોમેટ અલફંડો કાર્લોરા , ઝિમ્બાબ્વેના હાઇ કમિશ્નર શીડો , ચીપારે તથા મલાવીના હાઇ કમિશનર   લિયોનાર્ડ મેન્ગેજી આવશે . આ પ્રદર્શનમાં સ્થાનિક ઉપથી વધુ કંપનીઓ ભાગ લેશે અને જે વિદેશી કંપનીઓ સાથે પોતાનો બિઝનેશ ગોઠવશે.તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલ ઝિમ્બાબ્વેના માઇનીંગ મિનિસ્ટર કામ્બમુરા દ્વારા લગભગ દસ જેટલી કંપનીની મુલાકાત કરવામાં આવી હતી . તેમણે એન્જલ ઇન્ડસ્ટ્રિઝ , ઓટોમાઇઝર એકવાટેક વોટર ટેકનોલોજીસ , પ્યોર ફલો , રાજ કુલીંગ ટેકનોલોજી , જયોતિ વેન્ટિલેટર્સ , શકિતમાન , ઇપીપી કમ્પોઝિટ , ફેસ સિરામિક મોરબી સહિતની કંપનીઓ પાસેથી ઝિમ્બાબ્વે માટે ડિસ્ટ્રિબ્યુટરશીપ માટે દરખાસ્ત મંગાવી હતી.

ગુજરાત સરકાર દ્વારા એસયુવીએમ ર0ર3 આંતરરાષ્ટ્રિય વેપાર મેળામાં ભાગ લેનાર એકમોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એમડીએ સબસીડીની સ્કીમ મુજબ લગભગ વિના મૂલ્યેક હી શકાય તે રીતે સ્ટોલ આપવામાં આવશે . એકમોને ફકત સબસીડી મંજુર થાય ત્યાં સુધી સ્ટોલની રકમનું રોકાણ કરવાનું રહેશે . આ મેળાને ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેમકે ઉદ્યોગ વિભાગ , ઇન્ડેકસ – બી . ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ , ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન , ગરવી ગુર્જરી , ગુજરાત હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્પોન્સર કરાયો છે . દેશી મેળો અને વિદેશી વેપાર . સૌરાષ્ટ્ર કચ્છમાં વિદેશીઓ વેપાર કરવા આવશે એ બાબત હવે સાકાર થઇ ચુકી છે . વેપાર ઉદ્યોગ જગતના લોકોને આ મેળાની મુલાકાત લેવા અંતમાં પરાગ તેજુરાએ અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.