Abtak Media Google News

સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા ચાલકની પૂછપરછ; અંગત અદાવતના કારણે અપહરણની પોલીસને શંકા

પડધરીની બજારમાંથી ગઈકાલે ભર બપોરે બે વર્ષની બાળાનું અપહરણ કર અજાણ્યો શખ્સ ભાગી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પડધરી પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને આરઆરસેલોની ટુકડીને તપાસમાં લગાડાઈ છે જો કે આજ સાંજ સુધી અપહૃત બાળાની કોઈ ભાળ પોલીસને મળી નથી.

દાહોદ જીલલાના ધાનપુર ગામના વતની પોપટભાઈ ડામોર હજુ ૧૫-૨૦ દિવસ પહેલા પરિવાર સાથે ખેતમજુરી કરવા ન્યારા ગામે આવ્યા હતા ત્યારે એક વાડીમાં રહી મજુરી શરૂ કરી હતી ગઈકાલે બપોરે તે પત્ની અને બે પુત્રી ઉપરાંત અન્ય પરિવારના સભ્યો સાથે પડધરી સરકારી હોસ્પિટલ સામે ભરાતી સોમવારી ગુજરી બજારમાં ખરીદી કરવા આવ્યો હતો.

બપોરે અઢી વાગ્યાનીઆસપાસ તેની પત્ની કમોદીબેન ચાર વર્ષની પુત્રી કેનાનું કાન વીંધાવતી હતી ત્યારે નાની બે વર્ષની પુત્રી રમીલા બાજુમાં ઉભી હતી જેને કોઈ અજાણ્યો શખ્સ આવીને ઉપાડી ભાગી ગયો હતો. જાણ થતા આદિવાસી પરિવારે હાંફળો ફાંફળો બની ગયો હતો અને ઘણી શોધખોળ કરવા છતા રમીલાનો કોઈ પતો નહી મળતા અંતે પડધરી પોલીસને જાણ કરી હતી જેના દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

એક બે વર્ષની બાળાનું આ રીતે ભરબજારમાંથી અપહરણ થઈ જાય તે બાબત ખૂબજ ગંભીર હોવાથી એસપીએ પડધરીની વિઝીટ કરી હતી આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને આરઆર સેલની ટીમો દોડાવાઈ હતી. પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેને કામગીરી સોંપવામાં આવી હતી જે શખ્સે અપહરણ કર્યું હતુ તેના આછા સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. તેના આ આધારે પોલીસે રિક્ષા ચાલકની અટકાયતે કરી પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.