Abtak Media Google News

બ્લેક મેઈલીંગ કરતી યુવતી સહિત બે સામે આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો

શહેરના કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામના બે સંતાનના પિતાને ચીભડા ગામની યુવતીએ પ્રેમ ઝાળમાં ફસાવી બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવતા કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે ચીભડાની યુવતી અને તેના બોય ફ્રેન્ડ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ધ્રોલ તાલુકાના જાળીયા દેવાણી ગામના વતની અને વિરડા વાજડી ગામે રહેતા ભરતભાઇ નારણભાઇ જાદવ નામના ખીરસરા ગામની સીમમાં ઝેરી દવા પી આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

મૃતક ભરતભાઇ જાદવે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં ચીભડા ગામની ખૂશ્બુ અને તેના બોય ફ્રેન્ડ બ્લેક મેઇલીંગ કરી પૈસા પડાવતા હોવાથી કંટાળી આપઘાત કર્યાનું લખ્યું હોવાથી પી.એસ.આઇ. એચ.પી.ગઢવી સહિતના સ્ટાફે સુરેશભાઇ જાદવની ફરિયાદ પરથી ખૂશ્બુ અને તેના બોય ફ્રેન્ડ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ચીભડા ગામની ખૂશ્બુ નામની યુવતીએ ભરતભાઇ જાદવને પ્રેમ જાળમાં ફસાવી તેના બોય ફ્રેન્ડ સાથે મળી ભરતભાઇને તેની પત્નીને પ્રેમ પ્રકરણની જાણ કરવાની ધમકી દઇ પૈસા પડાવતા હોવાથી કંટાળી આપઘાત કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.