Abtak Media Google News

હાર્દિક પંડ્યાને આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ગુજરાત ટાઈટન્સ તરફથી ટ્રેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. રોહિત શર્માએ ટીમને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી. આ માહિતી ટીમ દ્વારા શુક્રવાર 15 ડિસેમ્બરે આપવામાં આવી હતી. પંડ્યા અગાઉ ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો હતો. પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ચેમ્પિયન બન્યું હતું. હાર્દિકની વાપસી સાથે તેને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

મુંબઈમાં હાર્દિકની વાપસી સાથે તેને મહત્વની જવાબદારી સોંપવામાં આવી: રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી

રોહિત શર્મા મુંબઈનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ પાંચ વખત ચેમ્પિયન બની હતી. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યું હતું. આઇપીએલમાં રોહિતના વ્યક્તિગત પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ શાનદાર રહ્યું છે. તેણે 243 મેચમાં 6211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 42 અડધી સદી ફટકારી છે. રોહિતે એપ્રિલ 2008માં પોતાની કારકિર્દીની પ્રથમ આઈપીએલ મેચ રમી હતી. રોહિતે ડેકન ચાર્જીસ તરફથી રમતા ડેબ્યુ કર્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ માહેલા જયવર્દનેએ હાર્દિકને કેપ્ટન બનાવવા પર કહ્યું કે,એમઆઈની સાચી ફિલસૂફી મુજબ તે પરંપરાને જાળવી રાખવા અને ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર રહેવાની બાબત છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હંમેશા એ હકીકતમાં સમૃદ્ધ રહી છે કે તેમાં સચિન તેંડુલકરથી લઈને હરભજન સિંહ અને રિકી પોન્ટિંગથી લઈને રોહિત શર્મા સુધીના એકથી એક શાનદાર કેપ્ટન રહ્યા છે. તે બધાએ ભવિષ્ય માટે ટીમને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ખૂબ જ મજબૂત ટીમ બનાવવામાં યોગદાન આપ્યું.

આ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને, સમજી શકાય છે કે હાર્દિક પંડ્યા આઇપીએલ 2024થી કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. હાર્દિક પંડ્યા લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સમાં રમ્યા હતા. હાર્દિક પંડ્યાને તેની ફિટેનેસના કારણે રિલીઝ કરવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સને લાગી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા આખી સિઝન રમી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યા પછી પણ હાર્દિક પંડ્યાફ્રેન્ચાઈઝી સાથે સંપર્કમાં હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સે ખિતાબ જીત્યો હતો, આ કારકણોસર મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા પર દાવ લગાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.