Abtak Media Google News

રણજી ટ્રોફી ચેમ્પીયન  ટીમ  સૌરાષ્ટ્રનો ઘર આંગણે  હરિયાણા  સામે ચાર વિકેટ કારમો પરાજય થયો છે. રણજી ટ્રોફીની પ્રથમ બે મેચ હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હતી.  જેમાં ચેમ્પીયન ટીમનો દેખાવ  સામાન્ય રહ્યો હતો. ઝારખંડ સામેની મેચ ડ્રોમાં  પરિણમી હતી જયારે હરિયાણા સામેની મેચમાં પરાજયનો સામનો કરવો પડયો હતો.

ઘર આંગણે રમાયેલી પ્રથમ બે મેચમાં સૌરાષ્ટ્રનો સામાન્ય દેખાવ: એક મેચ ડ્રો એકમા હાર

સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે  ટોસ જીતી પ્રથમ બેટીંગ  કરવાનો   નિર્ણય લીધો હતો.  સૌરાષ્ટ્રનો  પ્રથમ  દાવ માત્ર  145 રનમાંસમેટાય ગયો હતો. પ્રથમ દાવમાં કંગાળ દેખાવે જ સૌરાષ્ટ્રનો પરાજય નિશ્ર્ચિત  કરી દીધો હતો. જોકે બોલરોએ હરિયાણાની  ટીમને પ્રથમ દાવમાં  200 રનમાં   ઓલઆઉટ કરી દેતા પ્રથમ દાવમાં માત્ર  55 રનની લીડ મળતા થોડી ઘણી  આશા જાગી હતી.  બીજા દાવમાં પણ સૌરાષ્ટ્રના બોલરો હરિયાણાના  બોલરો સામે રિતસર ઘૂંટણીયે પડી ગયા હતા બીજો દાવમાં માત્ર 220રનમાંટીમનો  સંકેલો થઈ ગયોહતો.

જીત માટે હરિયાણાની ટીમને 165 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.  78 રનમાં હરિફ ટીમની  ત્રણ વિકેટો  ધરાશાયી  થઈ જતા જીતની આશા ઉભી થવા પામી હતી. જોકે હરિયાાની  ટીમે  59.1 ઓવરમાં  6 વિકેટના ભોગે 168 રન બનાવી વિજયી લક્ષ્યાંક  હાંસલ   કરીલીધો હતો.  હરિયાણાને 6 પોઈન્ટ તથા સૌરાષ્ટ્રને એક માત્ર પોઈન્ટ મળ્યો ન હતો. નિશાંત સિંધુને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ગત સીઝનમાં રણજી ટ્રોફી ચેમ્પીયન રહેલી  સૌરાષ્ટ્રની ટીમ હાલ એલીટ ગ્રુપએમાં પોઈન્ટ ટેબલ  પર  ચોથા નંબરે છે. ઘર આંગણે રમાયેલી   પ્રથમ  બે મેચમાં સૌરાષ્ટ્રનો દેખાવ સામાન્ય રહ્યો હતો.  હવે રણજી ટ્રોફીમાં ટકી રહેવા  પામે  સૌરાષ્ટ્રે ચેમ્પીયન ટીમને છાજે તેવો  સાતત્યપૂર્ણ  દેખાવ કરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.