Abtak Media Google News

ગેમ બનાયેગા નેમ

૫૬ લીગ મેચ માટેનો કાર્યક્રમ જાહેર: દિલ્હીની ટીમનું નામ ફર્યું હવે દિલ્હી કેપિટલ તરીકે મેદાનમાં ઉતરશે: સતત દોઢ મહિના સુધી ક્રિકેટ પ્રેમીઓ માણશે ચોગ્ગા-છગ્ગાની રમઝટ

બીસીસીઆઇની હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમીયર લીગની ૧૨મી સિઝનનો આગામી શનિવારથી ધમાકેદાર પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મુકાબલો ટીમ ઇન્ડિયાના સૌથી સફળ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને વિશ્ર્વના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નાઇમાં ખેલાશે. આઇપીએલની આગામી સિજનમાં રમાનારા ૫૬ લીગ મેચ માટેનો સતાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વખતે દિલ્હી ડેરડેવિલ્સનું નામ ફરી ગયું છે.

દિલ્હી કેપિટલના નામ સાથે ટીમ ટાઇટલ કબજે કરવાના બુલંદ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ક્રિકેટ પ્રેમીઓ સતત દોઢ મહિના સુધી ચોગ્ગા-છગ્ગાની રમઝટનો આનંદ માણી શકશે.આઇપીએલની ૧૨મી સિઝન માટેનું કાઉન્ટડાઉન શ‚ થઇ ગયું છે. ચેન્નાઇ ખાતે આગામી ૨૩મી માર્ચે રાત્રે ૮ કલાકે પ્રથમ મુકાબલો ચેન્નાઇ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે જામશે. આ પૂર્વે સાંજે ૬ કલાકથી આઇપીએલની ઓપનિંગ સેરેમની શરૂ થઇ જશે. જેમાં વિવિધ કલાકારો પોતાની કલાના પ્રથમ મુકાબલો ધોની અને વિરાટ કોહલી વચ્ચે કામણ પાથરશે.

આ વખતે પણ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ, રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટાઇટલ કબજે કરવા માટે રોમાંચક જંગ જામશે.આઇપીએલમાં પાંચમી મે સુધી કુલ ૫૬ મેચ રમાશે. જેના માટે સતાવાર ટાઇમટેબલની જાહેરાત કરી દેવામાં આવી છે.

દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો પણ આઇપીએલની સાથે હોવાના કારણે સુરક્ષાના કારણોસર ક્વોલિફાઇંગ, એલિમિનેટર અને ફાઇનલ મેચની તારીખો તથા સ્થળની ધોષણા કરવામાં આવી નથી. બીસીસીઆઇની હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગની ખૂબ જ મોટી સફળતા મળી છે. અગાઉ ૧૧ સિઝનમાં આઇપીએલ ભારત સહિત વિશ્ર્વભરના કરોડો ક્રિકેટપ્રેમીઓને ઝકળી રાખવામાં સફળ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.