Abtak Media Google News

મોરબીના પંચાસર રોડ ઉપરથી ત્યકતાનું અપહરણ કરી નાના દહીંસરા ગામે વાડીએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના અતિ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

ત્યકતાએ સંબંધ તોડી નાખતા બ્લેક મેઈલ કરવાની ધમકી આપી  દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ વર્ષ પહેલા છૂટાછેડા લેનાર યુવતી સાથે નાના દહીંસરા ગામનો ઇરફાન અલીભાઈ સુમરા ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવ્યો હતો અને આ પરીચય ગાઢ બનતા બન્ને વચ્ચે વાતચીત અને વિડીયોકોલનો સિલસિલો ચાલ્યો હતો.બીજી બાજુ યુવતીએ સંબંધો કાપી નાખતા આરોપી ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી યુવતીનું મોરબીના પંચાસર રોડ ઉપરથી અપહરણ કરી નાના દહીંસરા ગામે આરોપી ઇરફાન તેના મામાની વાડીએ લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ ગુજારવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. આ સમગ્ર ઘટનાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.