Abtak Media Google News

સંશોધનમાં બરફનું આવરણ દબાણ અને તાપમાનના તફાવતનાં કારણે રચાયું હોવાનો કરાયો દાવો

બ્રહ્માંડની રચનાનો ભેદ પામવા કાળા માથાના માનવીના સદીઓથી થઈ રહેલા ધમપછાડા છતાં હજુ આપણે આપણી પૃથ્વીનાં જ અનેક રહસ્યો હજુ સુધી જાણી શકયા નથી. એક યુગમાં પૃથ્વી સપાટ હોવાની માન્યતા હતી. હવે એવું માનવામાં આવે છે કે પૃથ્વી ગોળ છે. બ્રહ્માંડનાં ભેદ ઉકેલવા તો દુરની વાત રહી આપણે પૃથ્વીની અસલ રચના શું છે તેની પુરી માહિતી મેળવવામાં સદીઓ લાગશે.

પૃથ્વીની રચના માટે અને તેના કદ આકારની જાણકારી માટે હજુ અભ્યાસ ચાલુ છે. તાજેતરનાં અહેવાલમાં બહાર આવ્યું કે પૃથ્વીનું સૌથી નીચેનું પડ લોખંડની નાની-નાની રજકણથી બનેલા બરફનાં વિશાળ પડથી લોખંડનું આ બરફનું આ પડ વૈજ્ઞાનિકોનાં નવા અભ્યાસમાં પૃથ્વીના અંદરનાં વાતાવરણમાં જોવા મળવા પામ્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા પ્રકાશિત કરેલા સોલિડ અર્થ જેજીઆર જનરલમાં બતાવવામાં આવ્યું છે કે, પૃથ્વીના પેટાળમાં ૨૦૦ માઈલ ઉંડે જાડુ એક લોખંડનાં કણ બરફમાં પરીવર્તીત થઈને બનેલા એક આવરણનું પડ વૈજ્ઞાનિકોનાં ધ્યાને આવ્યું છે. વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા નવા સંશોધનમાં પૃથ્વીની અંદરના પડમાં લોખંડનાં કણો બરફમાં રૂપાંતર થયેલા જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકો અને અમેરિકાની ટેકસાસ યુનિ.નાં વિદ્યાર્થીના સંશોધનમાં ગિસસ્મિીક તરંગો પૃથ્વીના પેટાળમાંથી પસાર કરતી વખતે તેમને અલગ-અલગ સ્તરો વચ્ચે તફાવત ધ્યાનમાં આવ્યો હતો અને તેમાંથી નવા પ્રશ્ર્નો ઉભા થયા હતા.

7537D2F3 18

પૃથ્વીના પેટાળમાં પસાર કરવામાં આવેલ તરંગોની ગતિ અપેક્ષાથી ખુબ જ ઓછી હતી. તેનાથી ખુબ ધીરા તરંગોએ ઉભા કરેલા પ્રશ્ર્નોના સંશોધનમાં આ નવો ભેદ ખુલ્યો હતો. પેટાળમાં લોખંડનાં કણો બરફનાં રૂપમાં જામી ગયેલું એક આવરણ ધ્યાને આવ્યું હતું. અગાઉનાં અભ્યાસમાં પૃથ્વીના આંતરિક અને બ્રાહ્ય આવરણ વચ્ચે એક પાતળું પડ હોવાનું જાણવામાં આવ્યું છે. જે પડ ગરમી અને દબાણને નિયંત્રિત રાખતું હતું પરંતુ નવા અભ્યાસમાં ધાતુ વૈજ્ઞાનિકોને આ પડ લોખંડનું અને બરફનાં રૂપમાં જામેલું હોવાનું ધ્યાને આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીના ઉપરનાં ભાગમાંથી ટપકેલુ લોહરસ નીચે જઈને બરફના રૂપમાં જામી ગયેલું હોવુ જોઈએ. આ પડ સેંકડો કિમીમાં ફેલાઈ ચુકયુ હોવાનું વૈજ્ઞાનિક ડિગરટે જણાવ્યું હતું. નવા સંશોધનમાં બરફનું આ આવરણ દબાણ અને તાપમાનના તફાવતનાં કારણે રચાયુ હોવાનું દાવો કરવામાં આવ્યો છે.

પૃથ્વીનું આ અંદરનું પેટાળનું આવરણ સરળ અને વ્યવસ્થિત નથી. તેના ઉપર અલગ-અલગ પ્રકારના પડ ચડેલા છે. ચીનની સ્યુયાંગ યુનિ.નાં વૈજ્ઞાનિકોએ પૃથ્વીની અંદરનાં ચુંબકિય આવરણો રેડિયેશન અને ઉર્જાની હલન-ચલનનો અભ્યાસ કર્યો હતો તેમને પણ અંદરનાં આવરણોની વિવિધતા ધ્યાને આવી હતી. પૃથ્વીની અંદરનાં પેટાળમાં ભયંકર આગ, ગરમી અને લાવારસ ભર્યો હોવાનું આપણે માનીએ છીએ પરંતુ અંદરનું એક પડ થીજી ગયેલા લોખંડનાં બરફનાં રૂપમાં પણ હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.