Abtak Media Google News

નાસા બાદ હવે, ઇસરો પણ લાલગ્રહના “મંગલ મિશન માટે સજજ

ભારતનું આગામી મંગળયાન-૨ મિશન લેન્ડિગ નહીં પણ “ઓર્બિટર હશે: ભ્રમણકક્ષામાં અવકાશયાન મોકલાશે

મંગળ પર ઊતરાણ ખૂબ મુશ્કેલ પણ નાસાએ સફળ કરી બતાવ્યું, જેમાં મુળ ભારતીય વૈજ્ઞાનિક સ્વાતિ મોહનની મુખ્ય ભૂમિકા ગૌરવપૂર્ણ વાત-કે સિવાન

નીલાગ્રહ તરીકે જાણીતા પુથ્વી ગ્રહ સિવાયના પણ સૌર મંડળના અન્ય ગ્રહ પર માનવ જીવનની શોધ માટે વૈજ્ઞાનિકો સદૈવ આતુર હોય છે. ‘જીવનથી દુર એક જીવનના સંશોધન માટે તાજેતરમાં ‘લાલગ્રહ’ પર અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ મીની હેલીકોપ્ટર સાથેના રોવરનું સફળ લેન્ડિગ કરાવ્યું છે. નાસાની આ ઐતિહાસિક સફળતા બાદ હવે, ભાર તીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન-ઇસરો પણ મંગળ પર પગ મુકવા સજજ થયું છે. ભારતનું આગામી મંગળવાર-૨ મિશનના લોન્ચીંગની તૈયારીઓ થોડા સમયમાં શ‚ થઇ જશે. ભારતનું આ મિશનમાં લેન્ડિગ નહીં પણ ઓર્બિટરનો સમાવેશ હશે એટલે કે, ભારત નાસાની જેમ મંગળ પર અવકાશયાનનું લેન્ડિગ નહીં કરાવે પણ મંગળની ભ્રમણકક્ષામાં તરતો મુકશે.

ઇસરોના અધ્યક્ષ કે સિવાને નાસાને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, મંગળ પર અવકાશયાનનું ઊતરાણ ખુબ મુશ્કેલ છે. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ આ મિશનને સફળ કરી બતાવ્યું જેમાં મુળ ભારતીય વૈજ્ઞાનિક સ્વાતિ મોહનની મહત્વની ભૂમિકા દેશ માટે ગૌરવપૂર્ણ વાત છે. ભારતીય મુળના અમેરિકી વૈજ્ઞાનિકો વિદેશમાં રહી જે અવકાશ સંશોધનો કરી રહ્યા છે. તે ખરેખર પ્રસંશનીય છે.

કે. સિવાને કહ્યું કે, મંગળયાન-૨ ઓબિર્ટર મિશનમાં પેલોડની ક્ષમતા ૧૦૦ કોલો જેટલી હશે જો કે આ માટે અંતિમ નિર્ણય બાદમાં લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે માસ ઓર્બિટર મિશન બાદ મંગળની સપાટી પર લેન્ડિંગ માટે પણ તૈયારી છે પરંતુ , તે વિશે વાત કરવી ખૂબ વહેલું ગણાશે. હાલ, અમારી પ્રાધાન્યતા ચંદ્રયાન-૩ અને ગગનયાન મીશન છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં ૨૪મી સપ્ટેમ્બરે ભારતે મંગળ પરનું પોતાનું પ્રથમ મિશન મંગળયાન-૧ પ્રથમ વખતમાં જ. સફળતાપૂર્વક લોન્ચ કરી વિશ્ર્વભરમાં તો ઇતિહાસ રહ્યો હતો. પરંતુ આ સાથે મંગળ પર પહોંચનારો એશિયાનો પ્રથમ દેશ બન્યો હતો. આ અવકાશયાને અત્યાર સુધીમાં અતિમહત્વના કહિ શકાય એવા હજારો ફોટા ‘લાલગ્રહ’ના પુથ્વી પર મોકલ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.