Abtak Media Google News

પાક.માં હવે તેમનો કેસ શરૂ થાય છે: ભગતસિંહના કેસના કેસની ફરી અરજી થઈ

ભારતની આઝાદીમાં ઉલ્લેખનીય યોગદાન દેનારા મુળ લાહોરવાસી શહીદ ભગતસિંહ હત્યારા કહેવાય કે શહિદ ? મુદે ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના વકિલે રવિવારના રોજ લાહોર, પાકિસ્તાન કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ભગતસિંહ ૨૩ માર્ચ ૧૯૩૧, ૨૩ વર્ષની ઉમ્રમાં બ્રિટીશ પોલીસ ઓફિસર જોન.પી.સોન્ડર્સની હત્યાના ગુનામાં તેમના સાથી સુખદેવ અને રાજયગુરુ સાથે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. ભગતસિંહને આજ પણ ફકત સિખ નહીં પરંતુ મુસ્લિમોમાં પણ પુજવામાં આવે છે !!!

Advertisement

તો પાકિસ્તાન ફાઉન્ડર સ્વ.મુહમ્મદ અલી જીનાહ દ્વારા તેમને ટ્રીબ્યુટ પણ આપવામાં આવ્યું હતું. આ ઘટના રાષ્ટ્ર સમાનની છે તો તેમના જ વતન બાહોરમાં ‘તેમને ફાંસી કેમ ?’ તે મુદે વિવાદ ઉછાડવામાં આવ્યો હતો. વકિલે આ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ કરી છે. માટે એક પછી એક તકો રજુ કર્યા કે ભગતસિંહને જેલની સજા જ કરવામાં આવી હતી તો ફાંસીએ કેમ ? ભગતસિંહની ફાંસીના ૮૩ વર્ષ બાદ ૨૦૧૪માં વકિલને પોલીસે એફ.આઈ.આર.ની ઓરિજનલ કોપી આપી હતી. ૧૯૨૮ના સમયમાં અનારકલી પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી હતી પરંતુ તેમાનો ભગતસિંહનું નામ જ ન હતું. જેના માટે તેમને સજા આપવામાં આવી. આ એફઆઈઆરનું લખાણ ઉર્દુ ભાષામાં ડિસેમ્બર ૧૭, ૧૯૨૮ના વર્ષમાં સાંજે ૪:૩૦માં ‘ગુમનામ બંધુકવારના’ નામે સેકશન ૩૦૨, ૧૨૦૧ અને ૧૦૯નાં ભારતીય પેનલ કોડ દ્વારા ભગતસિંહ પર થોપી દેવામાં આવ્યો હતો. જે ભગતસિંહને નિર્દોષ શહિદ જાહેર કરે છે.

ભગતસિંહે લાહોર તેમજ ભારત બંને માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મુળ લાહોરવાસી હતા માટે તેમની પ્રતિમા કોર્ટમાં મુકવી જોઈએ. લાહોરમાં તેમને હત્યારા તરીકે ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ નિર્દોષ છે ઈમ્તીયાઝ રશીદ ખુરેશીએ શાદમાન ચોકમાં જયાં ભગતસિંહને સજા એ મોત અપાઈ હતી. ત્યાં જ તેની પ્રતિમા બનાવવાની રજુઆત લાહોરના કોર્ટમાં કરી હતી પરંતુ હજુ કોઈ કોર્ટની ગતિવિધિ થઈ નથી !!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.