Abtak Media Google News

ઇન્ડિયાની પબ્લીક દર વર્ષે જાતજાતનાં ટેક્સ ભરે છે અને એ પણ ટેક્સ વધારા સાથે…. અને જોવાની વાત એ કે સરકાર તરફથી એ ટેક્સમાંથી કેટલી રકમ આમજનતાની સહુલીયત માટે વપરાણી છે તેનો આંકડો ક્યારેય જાહેર થયો હોય તેવું પણ ખુબ ઓછુ જોવા મળ્યું છે ત્યારે જનતાએ ચુંટેલા નેતાઓ સંસદમાં, ધારાસભામાં જનતાનું પ્રતિનિધિત્વ જેમાં આમ જનતાની માઠી બેસે છે. તાજેતરની જ વાત કરીએ તો તમીલનાડુમાં MLAનાં પગાર વધારાયા છે જે ૫૦,૦૦૦માંથી વધીને ૧.૦૫ લાખ કરાયો છે. તેમજ સ્થાનિક વિસ્તારનાં વિકાસ માટે અપાતા ફંડમાં પણ ૨ કરોડમાંથી વધારીને ૨.૦ કરોડ કરવામાં આવ્યો છે અન્ને જોવાની વાત એ છે કે વિકાસની વાત આવે ત્યારે સરકાર પાસે નાણાની તંત્રી સર્જાય છે જેથી ટેક્સની રકમમાં વધારો થાય અને એ નાણા જનતા ચુકવે છે. ત્યારે MLA જેને બધો જ ખર્ચો સરકાર આપે છે તેવા મેમ્બરો આટલો પગાર વધારો શું યોગ્ય છેે. જ્યારે એસેમ્બલી હોલમાં તમીલનાડુનાં મુખ્યમંત્રી આ પગાર વધારાની જાહેરાત કરી ત્યારે ત્યાં ઉપસ્થિત દરેક MLA ની ખુશી સમાતી નહોતી પરંતુ પાર્ટી દ્વારા ત્ંયા ખુશી વ્યક્ત કરવાની મનાઇ હોવાથી દરેક સભ્યોએ પોતની ખુશી મનમાં જ સમાવી લીધી હતી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.