Abtak Media Google News

અત્યારે બાળકોએ ટેકનોલોજીથી સજ્જ રહેવું એ સમયની માંગ છે. પણ બાળકો માટે આ ટેકનોલોજીનો ઉપયોગ ફાયદા કરતા વધુ નુકસાન કરી રહ્યો છે. અત્યારે જે બાળકોને બોલતા નથી આવડતું, ચાલતા નથી આવડતું તેને પણ મોબાઈલ ચલાવતા આવડે છે ખરેખર આટલી નાની ઉંમરે મોબાઈલનો ઉપયોગ અતિ નુકસાન કારક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

અત્યારે મોબાઈલ ફોન, ટીવી, ટેબલેટ, કોમ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ બાળકોને વર્ચુઅલ ઓટિઝમનો શિકાર બનાવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે આ બાળકોને આટિજ્મની બીમારી વધી રહી છે. અને સોશિયલ કોમ્યુનિકેશન અને તેના બિહેવિયર સ્કિલ્સમાં અસર કરે છે.

હાલના ટ્રેન્ડ પ્રમાણે બાળકો જ્યારે રોતા હોય છે અથવા કોઈ વસ્તુ માચે જીદ કરે છે ત્યારે તેના મા-બાપ તેનો પીછો છોડાવવા માટે મોબાઈલ ફોન અથવા કોઈ ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ આપી દેતા હોય છે. આ ટ્રેન્ડ અત્યારના સમયમાં સામાન્ય થઈ ગયો છે. અને આવુ કરવાથી બાળકો શાંત થઈ જાય છે. પરંતુ વધારે પડતો સમય મોબાઈલ કે અન્ય ગેજેટની સ્ક્રીન પર જોવાની લત પડી જાય છે.

વિશ્વમાં થયેલા તમામ સંશોધનમાં એક જ વાત સામે આવી છે કે બાળકોને ફોન આપી દેવાથી તેના માનસિક વિકાસ પર અસર પડે છે. આટલું જ નહી રિપોર્ટ પ્રમાણે મોબાઈલ, ગેજેટ્સ અને  વધારે પડતુ ટીવી જોવાની લતથી બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યુ છે. અને તેમા વર્ચુઅલ ઓટિઝમનો ખતરો વધી રહ્યા છે.

વર્ચુઅલ ઓટિઝમના લક્ષણો સામાન્ય રીતે ચારથી પાંચ વર્ષ સુધીના બાળકોમા વધારે જોવા મળે છે.આવુ એટલા માટે થાય છે કે જેમા બાળકોને મોબાઈલ, ટીવી, લેપટોપનો વધારે પડતો ઉપયોગ કરવાથી બાળકોમાં આવા લક્ષણો જોવા મળે છે. અને તેમા બાળકોને બોલવામાં અને બીજા સાથે વાતચિત કરવામાં મુશ્કેલી જોવા મળે છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આવી પરિસ્થિતિને ડોક્ટરની ભાષામાં તેને વર્ચુઅલ ઓટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે આ બાળકોમાં ઓટિજ્મ હોતો નથી પરંતુ તેમા લક્ષણો આવી જાય છે. અને તેમા 1થી 3 વર્ષના બાળકોમાં તેનો ખતરો વધારે થાય છે. આજના સમયમાં બાળકો જ્યારથી ચાલવાનુ શરુ કરે છે, તો ફોનના એક્સપોજરમાં આવી જાય છે. સવા વર્ષથી લઈને 3 વર્ષના બાળકોમાં આવુ વધારે જોવા મળે છે. જેમા મા-બાપ કેટલીક વાર તેમનાથી દુર રહેવાના કારણે આવુ થતુ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.