Abtak Media Google News

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના રોજ ભગવાન નરસિંહ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને હિરણ્યકશ્યપને મારવા માટે અવતાર લીધો હતો. હિરણ્યકશ્યપને એવું વરદાન હતું કે, તેને કોઈ માનવ, દેવ, ગંધર્વ, રાક્ષકો, કે કોઈ જીવ માત્ર ના મારી શકે સાથે ધરતી, આકાશ, પાતાળ, સ્વેગ, નર્ક, ઘરની અંદર, ઘરની બહાર, કોઈ પણ જગ્યાએ મરે નહીં. આ સાથે દિવસ, કે રાત દરમિયાન પણ તેનું મૃત્યુના થાય. આવું વરદાન મેળવી હિરણ્યકશ્યપ ખુદને અજર અમર સમજતો અને સાથે ઘણા બધા અપરાધ કરવા લાગ્યો. ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપને મારવા માટે પિલર ફાડીને પ્રગટ થયા હતા. તેમણે અડધુ નરનુ અને અડધુ સિંહનું રૂપ ધરી સંધ્યા ટાણે ઘરના ઉંબરામાં હિરણ્યકશ્યપનો વધ કર્યો. તે પછી લોકો વિષ્ણુના આ અવતારને નરસિંહ નામ આપી પૂજવા લાગ્યા.

નરસિંહ ભગવાનના આમતો ઘણા મંદિર છે પરંતુ ઉત્તરાખંડમાં રહેલા ચામોલી જિલ્લાના જોશીમઠમાં સ્થિત મંદિર ખુબ ખાસ છે. આ મંદિરને લઇને એક માન્યતા છે અને તેનો સંબંધ સીધો મહામારીથી છે.

Badrinath
આ મંદિરમાં રહેતા હતા સંત બદ્રીનાથ

કેટલાક મહિના પહેલા જ ઉત્તરાખંડના ચામોલીમાં આવેલી તબાહીએ ઘણા લોકોના જીવ લીધા હતા. આ જિલ્લામાં જોશીમઠમાં ભગવાન નરસિંહને સમર્પિત એક મંદિર છે. માનવામાં આવે છે કે ઠંડીમાં સંત બદ્રીનાથ આ મંદિરમાં રહેતા હતા.

પ્રલય આવશે અને બદ્રીનાથનો રસ્તો બંધ થઇ જશે

આ મંદિરની એક ખાસ વાત છે કે અહીં સ્થાપિત ભગવાન નરસિંહની મૂર્તિ રોજ નાની થઇ રહી છે અને મૂર્તિના ડાબા હાથનું કાંડુ નાનુ થઇ રહ્યું છે.

Narshinh Temple
માન્યતા અનુસાર જે દિવસે કાંડુ બિલકુલ નાનુ થઇને પ્રતિમાથી અલગ થઇ જશે ત્યારે બદ્રીનાથ જવાનો રસ્તો હંમેશા માટે બંધ થઇ જશે અને તેવુ પણ માનવામાં આવે છે કે આ દિવસે પ્રલય આવશે અને ભૂસ્ખલનના કારણે આ રસ્તો બંધ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.