Abtak Media Google News

ઇન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઇઝેશનને ગુરુવારે સેટેલાઇટ લોન્ચિંગમાં નિષ્ફળતા મળી. ભારતના ૮માં નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Hનું લોન્ચિંગ ફેઇલ થઇ ગયું. 1425 કિલોગ્રામ વજનના સેટેલાઇટને શ્રીહરીકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોન્ચપેડથી PSLU-XLદ્વારા છોડવામાં આવ્યો હતો. ઇસરોના ચેરમેન એએસ કિરણ કુમારે મિશન ફેઇલ થવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સેટેલાઇટ હીટ શિલ્ડથી અલગ ન થઇ શક્યો

ચોથા સ્ટેજમાં મુશ્કેલી આવી.

– આંતરિક રીતે સેટેલાઇટ અલગ થઇ ગયો હતો. પરંતુ તે હીટ શિલ્ડમાં બંધ હોય છે. ચોથા સ્ટેજમાં સેટેલાઇટને હિટ શિલ્ડથી અલગ થવાનું હોય છે આવુ થયા બાદ સેટેલાઇટ ઓર્બિટમાં ચાલ્યો જાય છે. પહેલા ૩ સ્ટેજમાં કોઇ મુશ્કેલી ન હોતી આવી.

– ISROએ ૨૦૧૩માં લોન્ચ કરેલા પોતાના પહેલા નેવિગેશન સેટેલાઇટ્સ IRNSS-1Aની ૩ ન્યુક્લિયર વોચ બંધ થઇ ગયા બાદ IRNSS-1Hલોન્ચ કરવાની જરૂરીયાત ઉભી થઇ હતી.

– પહેલીવાર સેટેલાઇટના અસેમ્બલિંગ અને ટેસ્ટિંગમાં પ્રાઇવેટ સેક્ટરને પણ સક્રિયરૂપે  સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલા પ્રાઇવેટ સેક્ટરની ભુમિકા પાત્ર સામગ્રીની સપ્લાઇ કરવા સુધી જ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.