Abtak Media Google News

દેશના ધોરી માર્ગો પર જીવલેણ અકસ્માતો કાબુમાં લેવા અનિવાર્ય બન્યા છે દેશના ધોરીમાર્ગ પર સતત પણે ધસ્મસતા વાહન વ્યવહાર અને રસ્તા નિર્માણના વિકાસની તેજ ગતિ થી હવે જાણે કે મૃત્યુ દેવની ગતિ વધુ પ્રમાણમાં તેજ થતી જતી હોય તેમ માર્ગ અકસ્માતોની  માં જીવલેણ અકસ્માતો ની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

દર વર્ષે અકસ્માતોની ટકાવારી 12 થી 14 ટકા વધી રહી છે, એક વર્ષમાં જ ચારથી પાંચ લાખ  માનવ જિંદગીઓ અકસ્માતમાં હોમાઈ જાય છે ,આ આંકડા સરકારી રહે જાહેર કરવામાં આવતા આંકડા છે, વાસ્તવિક આંકડાઓ વધુ હશે પણ ઓછા તો નહીં જ હોય.. વાહન અકસ્માતો અને મૃત્યુના બનાવો સતત પણે વધતા જાય છે આ ટકાવારી અવશ્યપણે આપણા વિકાસ દરથી ઊંચી જાય છે. હાઈવે મંત્રાલયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં દર કલાકે 19 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે દર કલાકે 53 અકસ્માતો થાય છે અકસ્માતોમાં ઘવાયેલાઓ ની સંખ્યામાં અને તેમાં  મોતને ભેટનારાઓની સંખ્યા પણ સતત પણે વધતી જાય છે .

ટકાવારીની આ ઊંચી છલાંગ ક્યાંક ને ક્યાંક આપણા વિકાસના વાયદા અને સલામતીની વ્યવસ્થા ના દંભ ને ખુલ્લા પાડી દે છે.

જીવલેણ અકસ્માતોમાં  વધુ મૃત્યુ પામનારા યુવાનો હોય છે તેમાં પણ 18 થી 22 વર્ષ  ની સંખ્યા વધુ હોય છે. વિકાસ માટે કિંમત ચૂકવવી પડે તેમાં કંઈ ખોટું નથી… પરંતુ માનવ જિંદગી ની ચુકવણી કરીને પ્રાપ્ત કરવામાં આવતો વિકાસ ખરેખર વિકાસની વ્યાખ્યામાં ન આવે.  વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં માણસની લાગણી, અભિવ્યક્તિ અને વિચારોની ચિંતા કરવામાં આવે છે તો જીવન સુરક્ષાની ચિંતા કરવામાં પણ કોઈ કચાસ રાખવામાં આવતી નથી…

માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે  ઘવાયેલાઓના સારવારની ચોકસાઈના અભાવે મૃત્યુ ન થાય તે માટે રસ્તા ની ગુણવત્તા, સારવારની વ્યવસ્થા અને ઘાયલોની સારવાર માટે આગળ આવતા લોકોને પોલીસ કાર્યવાહીમાં હેરાન ન થવું પડે તેની પણ ચીવટ રાખવામાં આવે છે. તેમ છતાં અકસ્માતો ઘટતા નથી અકસ્માતો ના કારણોમાં વાહનોની ગુણવત્તાની સાથે સાથે વાહનોની હાઈટેકનોલોજી સ્પીડ ,યુવા બિન અનુભવી ચાલકો, જેવા ઘણા પરિબળો કારણભૂત હોય છે ત્યારે માર્ગ અકસ્માતો અને ખાસ કરીને રસ્તા પર અકાળે મૃત્યુ પામતા નાગરિકોને બચાવવા માટે હવે નક્કર વ્યવસ્થા ની સાથે સાથે સામાજિક જાગૃતિ ને વધુ સુદ્રઢ  બનાવવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.