Abtak Media Google News

સીઆઈપીઈટી અમદાવાદ ખાતે રૂા.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિર્દ્યાી છાત્રાલયનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા

ભારત સરકારના રૂા.૩૧.૦૫ કરોડના ભંડોળ સહાયતા સાથે નવીનિર્મિત ૯ માળની ૯,૫૦૦ ચો.મી.ની ૨૦૪ ઓરડાઓ વાળી બોયઝ હોસ્ટેલ જેમાં ૫૭૫ વિદ્યાર્થીઓ અને ૩ માળની ૨,૬૦૦ ચો.મી.ની ૫૦ ઓરડાઓ વળી ગર્લ્સ છાત્રાલય જેમા ૧૫૦વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી છાત્રાલયનું કેન્દ્રીય શીપીંગ (સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ લોકાપર્ણ કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતું કે,મારા માટે એ ખુશીની વાત છે કે આ છાત્રાલયની મંજુરી પણ મેં આપેલી તથા આજે તેનું લોકાપર્ણ હું જ કરી રહ્યો છું. આ અમારા સરકારના કામ કરવાની ગતિ અને દ્રષ્ઢનિષ્ઠા દર્શાવી રહીછે. પ્લાસ્ટિક એ માનવ જીવન માટે આવશ્યક જરૂરિયાત છે, પરંતુ તેનો વિવેકપૂર્વક ઉપયોગ અને નકારાત્મક અસરો ટાળવી ખૂબ જ જરૂરિયાત છે. પ્લાસ્ટીકનું રીસાઇકલીંગ થાય તે જરૂરી છે. જેના માટે ભારત સરકાર આગામી સમયમાં જન આંદોલન કરશે. જેનુંનેઈમ પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી વ્યકત કરી છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તેમના મંત્રાલય હસ્તકના સીઆઈપીઈટી અંતર્ગત વિવિધ પ્રોજેકટ ગુજરાતમાં સ્થાપવા મહત્વની જાહેરાતપણ કરેલ હતી જેમાં,  ભાવનગરમાં સીઆઈપીઈટી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આગામી ઓકટોબર માસમાં શરૂ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના વિધાર્થી માટે નવસારીના ચીખલી ખાતે સિપેટનું કેન્દ્ર રૂા.૫૭ કરોડના ખર્ચે શરૂ કરીશું. સાણંદ ખાતે સીઆઈપીઈટી અંતર્ગત ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે.  કેમિકલ એન્જીયરિંગ ઇન્સ્ટિયુટ દેશમાં સૌપ્રથમ ગુજરાતના વટવા અથવા સુરતમાં તૈયાર કરાશે. દેશમાં ચાર જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર નિર્માણ પામશે. જેમાં અમદાવાદ, બેંગ્લોર, પટનાઅને વારાણસીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.