Abtak Media Google News

સરકારી યોજનાની ટેન્ડરીંગ પ્રક્રિયામાં ફેરફાર કરવા નીતિ આયોગને નવી નીતિ બનાવવા સરકારની સૂચના

સરકાર દ્વારા હાથ ધરાતી મોટાભાગની યોજનાઓ ટેન્ડર બહા પાડીને ખાનગી નોંધાયેલી કંપનીઓને કામ આપવામાં આવે છે આ ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ લાખ રૂ.સુધીના કામો માટે ઓફલાઈન ટેન્ડર જયારે ત્રણ લાખ રૂા.ની ઉપરના કામો માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ ટેન્ડરીંગ પ્રક્રિયામાં હાલ સૌથી ઓછા ભાવો આપનારા લોએસ્ટ બીડર એટલે કે એલ.૧ને કામ આપવું દરેક વિભાગો માટે ફરજીયાત છે. જેના કારણે ઓછા ભાવે ટેન્ડર ભરીને કામ મેળવનારી કંપની બાદમાં લોંલમલોલ કામ કરી દે છે. જેથી સરકારી યોજના ગુણવતા મુજબના કામો થતા ન હોવાની ફરિયાદો ઉઠવા પામે છે. જેથી કેન્દ્ર સરકારે આ ફરિયાદોને ધ્યાનમાં લઈને ટેન્ડરમાં સૌથી નીચા ભાવો ભરનારી કંપનીને કામ આપવાના નિયમમાં ફેરફાર કરવાની યોજના બનાવવા નીતિ આયોગને સૂચના આપી છે.

4 Banna For Site

ક્ધસલ્ટીંગ એન્જીનીયર એસોસીએશન ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત ગુડબાયએલ-૧ કાર્યક્રમમાં સંબોધતાનીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતુ કે સરકારી ટેન્ડરમાં સૌથી નીચા ભાવો ભરનારા એલ.૧ને કામ આપવું ફરજીયાત છે. સરકારી કામ મેળવવાની સ્પર્ધામાં એકદમ નીચા ભાવો ભર્યા બાદ કામ મેળવનારી કંપની પોતાના નફા માટે નબળુ કામ કરી દેતી હોય છે. જે હવે સર્વવિધિત્ત બાબત છે. હાલની આ ટેન્ડરીંગ પ્રક્રિયાએ સરકારી એજન્સીઓનાં હાથ પગ બાંધી દીધા છે. તેમને સેન્ટ્રલ વિજીલન્સ કમિશન દ્વારા એક વિચારપત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે ઝડપથી બદલાતી દુનિયા સાથે સુમેળમાં વર્તમાન ધોરણોને પુન: વિચારણા કરવાની તાતી જરૂરીયાત છે. તેમાં જાહેર ખરીદીની વ્યૂહરચનામાં કેવો બદલાવ લાવવાનીજરૂર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિચારપત્રમાં સુચવવામાં આવ્યું છે કે ટેન્ડરીંગની હાલની પરંપરાગત એલ.૧ પધ્ધતિ મુજબ માળખાકીય યોજનાઓ માટે યોગ્ય નથી.આ તકે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતુકે નીતિ આયોગને કરેલા આ પ્રસ્તાવ પાછળ જોડાયેલા નૈતિક સંકટને ધ્યાનમાં લઈને પરિવર્તન માટે વધુને વધુ લોકોનું સમર્થન પર ભાર મૂકવાન છે.

‘ગુડબાય એલ.૧’ પ્રસ્તાવ પાછળની સરકારની ભાવના સારી છે. સરકારી ટેન્ડરમાં એલ.૧ને કોન્ટ્રાકટ નથી મળતો તો લોકોને લાગે છે કે મંત્રી કે અધિકારીએ બે નંબરી પૈસા બનાવ્યા છે. જેથી આ પ્રસ્તાવ પાછળનો હેતુ સારો હોયતો પણ કલંક લાગવાનું જોખમ ઉભુ થાય છે.

રાજીવકુમારે વધુમાં જણાવ્યું હતુ કે એલ.૧ બિડીંગની જોગવાઈ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટની સાથે સરકારી કામકાજને પણ અસર છે. હાલની ટેન્ડરીંગ સિસ્ટમ સંશોધન પ્રયોગ શાળાઓ અને સંરક્ષણ સંસ્થાઓને પણ અસર કરે છે. કારણ કે તેમને યોગ્ય ગુણવતાવાળા ઉત્પાદન મેળવવામાં મુશ્કેલી પડે છે. કારણ કે નીચા ભાવોવાળા ટેન્ડરોમાં નફો કમાવવા કોન્ટ્રાકટર પાર્ટી નબળુ ઉત્પાદન કરે છે આ ફેરફારની જરૂરીયાત વર્તમાન સમયની માંગ છે. ટેન્ડરીંગ પ્રક્રિયામાં એલ.૧બિડીંગ પ્રથાના કારણે ભારતની અમુકને બાદ કરતા મોટાભાગની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધામાં આજે તેવી બની શકી નથી.

  • હાલમાં સરકારી ટેન્ડરમાં સૌથી ઓછા ભાવો ભરનારને કામ અપાય છે

સરકારી યોજનાઓ હેઠળ થતા કામો માટે હાલમાં ટેન્ડર બહાર પાડીને નોંધાયેલી ખાનગી કંપનીઓને કામ આપવામાં આવે છે. આ ટેન્ડરીંગ પ્રક્રિયામાં કામ મેળવવાની હરિફાઈમાં વિવિધ કોન્ટ્રાકટર કંપનીઓ સરકારે નકકી કરેલા એસ્ટીમેટ પ્રાઈઝ કરતા એકદમ નીચા ભાવો ભરતા હોય છે. હાલના ટેન્ડરના નિયમો મુજબ સૌથી નીચા ભાવો ભરનાર એલ.૧ બીડરને ટેન્ડર આપવું ફરજીયાત છે. જો કે આવા બીડરનું ટેન્ડર સરકારી વિભાગ ટેકનીકલ બીડના મુદા પર રદ કરી શકે છે. પરંતુ ટેકનીકલ અને પ્રાઈઝ બીડમાંથી પસાર થઈ ચુકેલી એલ.૧ બીડરને કોન્ટ્રાકટરનું કામ આપવું ફરજીયાત છે. જે કોઈ વિભાગ આવા એલ.૧ બીડર કોન્ટ્રાકટર કંપનીને કામ ન આપે તો તે વિભાગના અધિકારી-કર્મચારીઓ

સામે વિજીલન્સ કમિશનરને ફરિયાદ થઈ શકે છે. આવી ફરિયાદમાં કામ ન આપવા પાછળનું યોગ્ય કારણ ન આપી શકનારા અધિકારી-કર્મચારી પર ગેરરીતિ આચરવાના મુદા પર બરતરફી સુધીના પગલા લઈ શકાય છે. એકદમ ઓછા ભાવે બીડીંગ કરનારી કોન્ટ્રાકટર કંપનીએ બાદમાં નફો મેળવવા માટે હલકી ગુણવત્તાનું કામ કરતી હોય છે. જેથી, સરકારી યોજનાઓમાં થતા કામો નબળા થતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. જોકે, હવે અમુક સ્વાયત સરકારી સંસ્થાઓએ એલ.૧ બીડરનાં દુષણના કારણે થતા નબળી ગુણવત્તાના કામોને અટકાવવા માટે હવે કામની એસ્ટીમેટ રકમથી અમુક ટકા નીચેના બીડીંગને મંજૂરી આપે છે. આવી સંસ્થાઓમાં થતા કામોની ગુણવતા સારી જોવા મળે છે. જયારે કેન્દ્ર અને રાજય સરકારના મોટાભાગના વિભાગોમાં ટેન્ડરીંગ પ્રક્રિયામાં એલ.૧ બીડરને આપવાનું ફરજીયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.