Abtak Media Google News

શનિવાર કે રવિવારથી ફરી પ્રિમોનસુન એકિટવીટી શરુ થવાની સંભાવના

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી બે દિવસ ગરમીનું જોર વધશે. મહત્તમ તાપમાનનો પારો ર થી 3 ડી્રગી સુધી ઉંચકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વરા વ્યકત કરવામાં આવી છે દરયિમાન શનિવાર અથવા રવિવારથી ફરી રાજયમાં પ્રિમોનસુન એકિટવીટી શરુ થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર નૈત્રઋનું ચોમાસુઁ હવે કેરળથી થોડું આગળ વઘ્યું છે. અને અરબી સમુદ્રમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગરમીનું જોર વધશે મહત્તમ તાપમાનમાં ર થી 3 ડીગ્રીનો વધારો થશે. આગામી શનિવાર અને રવિવાર થી ફરી પ્રિમોનસુન એકિટવીટી શરુ થશે અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે ગુજરાતમાં આગામી 1પ થી 20 જુન વચ્ચે ચોમાસુ વિધિવત શરુ થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

સોમવારે રાજયના ચાર શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. અમદાવાદનું તાપમાન 4ર ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 41 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 41.2 ડીગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 41 ડીગ્રી નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.