Abtak Media Google News

જૂની પેનલ કાઢી નવી પેનલ ફીટ કરવાની કામગીરી સબબ વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ), વોર્ડ નં.7 (પાર્ટ) અને વોર્ડ નં.14 (પાર્ટ)માં વિતરણ રહેશે બંધ

અબતક, રાજકોટ

ઉનાળાના આરંભે ફરી એક વખત કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પર પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. આગામી શુક્રવારના રોજ શહેરના ચાર વોર્ડના અલગ-અલગ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત આજે કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જયુબેલી પમ્પીંગ સ્ટેશન પર જુની પેનલ કાઢીને તે જગ્યા પર નવી એમસીસી તેમજ એપીએફસી પેનલ ફીટીગ કરવાની કામગીરી સબબ તા.04 ને શુક્રવારના રોજ જયુબીલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં કેનાલ સાઇડના વિસ્તારો (વોર્ડ નં 7 પાર્ટ), જંકશન સાઇડના વિસ્તારો (વોર્ડ નં 2 પાર્ટ, 3 પાર્ટ) તથા જીલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 7 પાર્ટ, 14 પાર્ટ) માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. જેમાં જ્યુબેલી કેનાલ રોડ તરફના વોર્ડ નં.7ના રધુવીરપરા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ સહિતના વિસ્તારો, જયુબેલી જંકશન તરફના વોર્ડ નં.3ના મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી વિસ્તાર, જ્યુબેલી જંક્શન તરફના વોર્ડ નં.2ના શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ તરફના વિસ્તાર જ્યારે  જીલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.7ના કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર વિસ્તારો તથા વોર્ડ નં.14ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.