Abtak Media Google News

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેમ્પિયન બનીને ધોનીસેનાએ રેકોર્ડ નોંધાવી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતનારી બીજી ટીમ બની છે. આ સાથે તેણે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. રસપ્રદ વાત એ રહી કે ગુજરાત ટાઈટન્સ સામે વિજયી ચોગ્ગો પણ ગુજરાતી ખેલાડી સૌરાષ્ટ્રના સ્ટાર રવિન્દ્ર જાડેજાએ જ ફટકાર્યો હતો.

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગસનો મેચ જોવા માટે ઘણા બધા ખેલાડીઓના પત્ની પણ આવ્યા હતા જેમાં ધોનીના પત્ની સાક્ષી અને રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબ જાડેજા પણ મેચ જોવા માટે પહોંચ્યા હતા. રસ્સાકસી ભર્યા મેચમાં રવીન્દ્ર જાડેજાએ જીત અપાવ્ય બાદ ધૂની ખુબ જ ખુશ થઈ ગયા હતા અને હરખથી ઉપાડી લીધો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને મેદાનમાં ગળે લગાવ્યા. આ પછી રીવાબા પણ ટ્રોફી સાથે જોવા મળ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ જાગજમાડ વચારે રસાકસી ભરી જોવા મળી હતી એટલું જ નહીં છેલ્લાબોલ સુધી થ્રિલર ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ચેમ્પિયન થતા રહી ગયું હતું. ગુજરાત ટાઇટન્સ માટે ચોકાવનારી વાત તો એ છે કે ટાઇટન્સ ના સ્ટાર બોલર રાશિદ ખાન જે રીતે 44 રન આપ્યા તે ગુજરાત માટે મુખ્યત્વે હારનું કારણ સાબિત થયું હતું. વરસાદના કારણે ડખવર્થ લુઇસ મુજબ મેચ 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ત્યારે છેલ્લી ઓવર મોહિત શર્માએ ખૂબજ ચુસ્ત બોલિંગ કરી હતી અને એક સમય એવું પણ લાગતું હતું કે ગુજરાતની ટીમ આ મેચ જીતી જશે પરંતુ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલ ઉપર ચોગો અને છગો ફટકારતા મેચનું પરિણામ ચેન્નઈ તરફ લાવી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.