Abtak Media Google News

વિજ કર્મીને નિયમ શીખવવા ગયેલા પોલીસ તંત્રએ પણ વિજ બીલ ભર્યુ ન હોય, વિજકર્મીએ પણ પોલીસતંત્રને નિયમ દેખાડયો

કાયદો અને વ્યવસ્થાની સ્થિત જાળવવાની કામગીરી કરતાં પોલીસ તંત્રને અમર્યાદીત સત્તા આપવામાં આવી છે. જેથી સત્તાના મદમાં પોલીસ સ્ટાફ અવાર નવાર બેફામ બની જઇને નિયમો દેખાડીને મજબુર લોકોને પણ હરેશાન પરેશાન કરતા હોય છે. ઉત્તર પ્રદેશમાં આવા જ સરકારી કામગીરી નીકળેલા ઇલેક્રટીશીયનનો ટ્રાફીક પોલીસે અનેક વિનંતીઓ છતાં દંડની પાવતી આપતા ગુસ્સે ભરાયેલા ઇલેકટ્રીશયને ‘જૈસે કો તૈસા મિલા’ કહેવતના ન્યાયે પોલીસ મથકનું ચડત વિજ બીલના મુદ્દે વિજ કનેકશન કાપી નાખી દઇને સત્તાના મદમાં બેફામ બનેલા પોલીસ સ્ટાફને નિયમ શીખવ્યો હતો.ઉત્તર પ્રદેશના ફીરોઝાબાદ જીલ્લામાં બનેલી આ ધટના અંગે મળતી વિગતો મુજબ ટ્રાફીક પોલીે ઇલેકટ્રીશીયનને પ૦૦ રૂાનો દંડ કરવાનું ચલણ આપ્યા બાદ ચોથી કલાકમાં ઇલેકટ્રીશયનને પોલીસ સ્ટેશનના વીજ કનેશન કાપી નાખ્યું હતું. મંગળવારે બનેલા બનાવમાં શ્રી નિવાસ નામના ઇલેકટ્રીશીયનએ જણાવ્યું હતું કે ‘હું બડીચપેટી વિસ્તારમાંથી વીજ ફોલ્ટ દુર કરીને મારી મોટર સાયકલને પીએસઆઇ રમેશચંદ્ર એ રોકીને હેલ્પમેટ ન પહેરવા બદલ રૂા ૫૦૦ નુ ચલણ આપીદીધું હતું. ’ મેં મારા ઇજનેર સાથે પીએસઆઇને ફોન ઉ૫ર વાત કરાવી હતી અને તેમણે પણ દંડન આપવા વિનંતી હતી. પરંતુ પોલીસ કોઇનું સાંભળ્યું ન હતું.

મને તમામે સાથે મળીને ટ્રાફીક નિયમ ભંગ થાય તો કેવી રીતે દંડ ભરવો પડે તે સમજાવ્યું હતુ તેના બદલામાં મેં પણ જો સમયસર વિજળીનું બીલ ભરવામાં ન આવે તો કેવો દંડ થાય તે સમજાવી દીધું હતું. લાઇન પાર પોલીસ સ્ટેશનનું ૬.૬૨ લાખ રૂપિયા વિજ બીલ બાકી છે તેથી મેં પોલીસ સ્ટેશનનું લાઇટ કનેકશન કાપી નાંખ્યું હતું. તેમ ઇલેકટ્રીશીય ને શ્રીનિવાસે ઉમર્યુ હતું.ફિરોઝાબાદ જીલ્લાના સબ ડીવીઝન ઓફીસર રણવીરસિંહે જણાવ્યું હતું કે અમે પોલીસ મથકના ચડત બીલ અંગે અનેકવાર નોટીસો મોકલી હતી. બુધવારે અમારી કચેરી દ્વારા લેણાની યાદી તૈયાર કરવામાં આવતા પોલીસ વિભાગના ૭ લાખ રૂપિયા લેણા યાદ આવ્યા હતા.૨૦૧૬ થી પોલીસ ખાતા દ્વારા એક પણ રૂપિયો  ભર્યો ન હોવાનું જાણવા મળ્યું. તેમણે ઉમેર્યુ હતું કે કચેરીનાં ઇલેકટ્રીશીયન અને અન્ય કામદારો ટ્રાફીક નિયમ ભંગના ચલણથી રોષે ભરાયા હતા. અને કામદારોએ છેલ્લા ચાર મહીનાથી પગાર મેળવ્યો નથી. શ્રીનિવાસે પોતે ૮૦૦ ભવરા અસમર્થ હોવાનું જણાવ્યું હોવા છતાં દંડ કર્યો હતો. પોલીસ મથકનું વીજ જોડાણ કપાઇ જતાં બીલ ભરવાના મુદ્દે લેવોલા આ પગલા બાદ પોલીસ અધિકારીઓએ વિજ અધિકારીઓનો મંગળવારે રાત્રે જ સંપર્ક કરીને આ મામલે સમાધાન કરવા તૈયારી બતાવી હતી.ઇલેક્રટીશીયન ને કોઇપણ  પ્રકારની જાણકારી વગર પોલીસ ચોકીની લાઇટ કાપી નાંખી હતી જેનો કારણે સાડાચાર કલાક પોલીસ ચોકીની લાઇટ વગરનું રહ્યું હતું. આ મામલે અમે વીજ કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી ઇલેકટ્રીશીયન ના કૃત્યની વાતચીત કરી લાઇનપાર ના પોલીસ સ્ટેશની સ્થિતિની જાણકારી આપી હતી.

વધુમાં જણાવ્યું હતું કે અમારા એસપી ૭૦ પોલીસને પણ ટ્રાફીક નિયમ ભંગ બદલ દંડ માટે માફી આપી ન હતી. ત્યારે અમે ઇલેકજ્ઞટીશીયનને કેવી રીતે મૂકી શકીએે પોલીસ તાત્કાલીક ફિરોઝાબાદ જીલ્લાની પોલીસ ખાતાની ચડત વીજ બીલની રકમનું પાયેપાયનું ચુકવણું કરી દેશે ૫૦૦ રૂા ના ચલણથી રોષે ભરાયેલા ઇલેકટ્રીશીયનને પોલીસ ચોકનું કનેકશન કાપી નાખ્યાના આ પરાક્રમે ભારે ચર્ચા જગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.