Abtak Media Google News

જામનગર શહેર તેમજ મોટી ખાવડી, ડેરાછીકારી, નપાણિયા-ખીજડિયામાં પોલીસે જુગાર પકડવા માટે પાડેલા છ દરોડામાં બત્રીસ શખ્સો ગંજીપાના કૂટતા પકડાઈ ગયા છે. પટમાંથી રોકડ, બાઈક મળી કુલ રૃા.સવા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. વુલન મીલ પાસે આવેલા એક ગેરેજમાંથી જુગાર રમતા સાત શખ્સોની એલસીબીએ અટકાયત કરી છે.

જામનગરના વુલન મીલ ફાટક પાસે આવેલા ક્રિષ્ના મોટર્સ ગેરેજ નામના સ્થળે એક ઓરડીમાં બેસી કેટલાક શખ્સો ગંજીપાના કૂટતા હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે એલસીબીના સ્ટાફે ત્યાં દરોડો પાડયો હતો. આ ગેરેજમાં ઓરડી ધરાવતા બાલાભાઈ કારાભાઈ ગઢવી અન્ય લોકોને બોલાવી તેમની પાસેથી નાલ ઉઘરાવી જુગાર રમાડતા અને દીપક નાનજીભાઈ ગોહિલ, રામભાઈ રાજશીભાઈ ચાવડા, જેઠાભાઈ નાગશીભાઈ ગઢવી, ભૂપતભાઈ રામશીભાઈ માડમ, રાહુલ રામભાઈ કરમુર અને કિશનભાઈ ભીમશીભાઈ ચાવડા નામના છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા.૩૪૧૫૦ રોકડા અને એક મોટરસાયકલ મળી કુલ રૃા.૬૯૧પ૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા સોનલનગર પાસે શનિવારે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા સાંજે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી પ્રફુલ્લ લક્ષ્મણભાઈ ડૈયા, કિરીટ નાનજીભાઈ રાઠોડ, રાજુ મુળજીભાઈ રાઠોડ, દીપક રવજીભાઈ મકવાણા, પ્રેમજી ધનજીભાઈ આઠુ, બાબુભાઈ રવજીભાઈ મકવાણા તથા ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળા નામના સાત શખ્સો જાહેરમાં ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦૦૬૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામમાં શનિવારે રાત્રે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા ઘનશ્યામસિંહ ઉમેદસિંહ ઝાલા, ભાવેશ ભરતભાઈ ખવાસ, મોમાભાઈ ભગાભાઈ ટારિયા તથા મેહુલ સુરેશભાઈ જીયા નામના ચાર શખ્સોને પોલીસે પડકી પટમાંથી રૃા.૧૪૨૦૦ ઝબ્બે લીધા છે.

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાંથી શનિવારે રાત્રે વિજય મનસુખભાઈ પરમાર, હેમુભાઈ કુરજીભાઈ રાઠોડ, સતિષ ખીમાભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સોને તીનપત્તી રમતા પકડી લેવાયા છે તેઓના કબજામાંથી રૃા.૬૦પ૦ કબજે કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.