Abtak Media Google News
  • જામજોધપુર નજીક તરસાઈ ગામ પાસે ઇંગલિશ દારૂ ભરેલા વાહનનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા
  • પોલીસના પીછા થી દારૂના બે ધંધાર્થીઓ દારૂનો જથ્થો અને વાહન છોડીને ભાગી છુટ્યા
  • પોલીસે ૪૬૫૬ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને વાહન સહિત ૯.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જામજોધપુર તા ૨૦, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસે ગઈ રાત્રે દારૂનો જથ્થો ભરીને નીકળેલું એક વાહન પસાર થતાં પોલીસે તેનો પીછો કર્યો હોવાથી માર્ગ પર ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. દરમિયાન પોલીસ પીંછા થી બચવા માટે બે ધંધાર્થીઓ વાહન રેઢું મૂકીને ભાગી છુટ્યા હતા. તે વાહનમાંથી પોલીસે ૪,૬૫,૦૦૦ ની કિંમત નો ૪,૬૫૬ નંગ ઇંગ્લિશ દારૂની નાની બાટલીઓનો જથ્થો અને વાહન સહિત ૯.૬૫૬૦૦ ની માલમતા કબજે કરી છે, જયારે ફરારી દારુના ધંધાર્થીઓની શોધખોળ હાથ ધરી છે.

Whatsapp Image 2024 04 20 At 1.43.40 Pm

જામજોધપુર ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. જે. વાઘેલા અને તેમના સ્ટાફમાં પ્રજ્ઞરાજ સિંહ જાડેજા, કૌશિકભાઈ કાંબરીયા અને દિલીપસિંહ જાડેજા વગેરેને બાતમી મળી હતી કે એક માલવાહક વાહનમાં દારૂ ભરીને ગામ પાસેથી લઈ જવામાં આવી રહ્યો હતો.

જે બાતમીને આધારે ગી રાત્રે જામજોધપુર પોલીસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન જીજે ૧૧ વી.વી. નંબરનું અશોક લેલેન્ડ કંપનીનું બડા દોસ્ત ભારવાહક વાહન પસાર થતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ તેના ચાલકે અને વાહન ઉભો રાખવાના બદલે હંકારી દીધું હતું, જેથી પોલીસ ટુકડીએ તે વાહનનો પીછો કર્યો હતો, અને ફિલ્મ મિત્ર સર્જાયા હતા.

બે ત્રણ કિલોમીટર સુધી વાહનચાલક બાકી છૂટ્યા પછી તરસાઈ ગામ નજીક વાહનને રેઢું મૂકીને તેનો ચાલક અને એ અન્ય એક બંને ભાગી ચૂક્યા હતા પોલીસે વાહનની તલાસી લેતા તેમાંથી ૪૬૫૬ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીયા નો જથ્થો મળી આવ્યો હતો.

1 12

આથી પોલીસે ૪,૬૫૬ નંગ ઇંગલિશ દારૂ અને ભારવાહક વાહન સહિત કુલ રૂપિયા ૯,૬૫, ની માલ મતા કબજે કરી છે.

પોલીસની તપાસ દરમિયાન ઉપરોક્ત ઉપરોક્ત દારૂ જામજોધપુર ના ધોરીયો નેશ વિસ્તારમાં રહેતા નાથાભાઈ લાલાભાઇ મોરીએ મંગાવ્યો હોવાણું  અને તે પોતે દારૂ ભરેલા વાહનમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

ઉપરાંત દારૂ ના કેસમાં તેની સાથે એક અજાણ્યા વાહન ચાલક કે જે પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો.આથી પોલીસે બંને ને ફરારી જાહેર કર્યા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

સાગર સંઘાણી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.