Abtak Media Google News

જામજોધપુર ખાતે ચિમનભાઈ સાપરિયાની તરફેણમાં જંગી મેદનીવાળા મહિલા સંમેલનમાં અભિનેત્રી રૂપા ગાંગુલીનું સંબોધન

ગુજરાત દેશનું વિકાસ મોડેલ છે. મહિલાલક્ષી અનેક યોજનાઓ ગુજરાતમાં અમલમાં મુકવામાં આવી છે એટલે કે મહિલાઓની સુરક્ષા અને સ્વનિર્ભરતા ગુજરાત સરકારની દેન છે એવું જાણીતા ફિલ્મ અને ટચુકડા પડદાના વિખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલીએ જામજોધપુર-લાલપુર બેઠકના ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાની તરફેણમાં યોજાયેલા મહિલા સંમેલનને ગજાવતા જણાવ્યું હતું.  રૂપા ગાંગુલીએ સિદસર ઉમિયામાતાજી મંદિરે શીશ નમાવીને ચિમનભાઈ સાપરીયાનો પ્રચાર શરૂ કર્યો હતો. જામજોધપુર ખાતે મહિલાઓની હકડેઠઠ ભીડ વાળા સંમેલનને સંબોધતા રૂપા ગાંગુલીએ કહ્યું કે, હું આખા દેશમાં ફરી છું પણ ભારતમાં ગુજરાત એવું રાજય છે જે વિકાસમાં અવ્વલ નંબરે છે. ગુજરાત જેવો વિકાસ ભાગ્યે જ કયાંક જોવા મળ્યો છે. ગુજરાત વિકાસનું મોડેલ છે.  તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ સરકારે મહિલાલક્ષી યોજનાઓ જેવી કે બેટી બચાવો, સ્ત્રી સશકિતકરણ, ક્ધયા કેળવણી, મહિલા સુરક્ષા અને મહિલાઓને સ્વનિર્ભર બનાવવાના અનેક પ્રોજેકટ અમલમાં મુકયા છે. જેને કારણે ગુજરાતની મહિલા સશકત અને સુરક્ષિત બની છે. રૂપા ગાંગુલીએ જામજોધપુર-લાલપુર બેઠકની તમામ મહિલા મતદારોને ચિમનભાઈ સાપરીયાની તરફેણમાં મતદાન કરવા હાંકલ કરી હતી.  જામજોધપુર નજીકના જામવાડી ખાતે રૂપા ગાંગુલીએ ચિમનભાઈ સાપરીયાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું જયાં અનેક આગેવાનો અને ટેકેદારો હાજર રહ્યા હતા. તેમણે જામજોધપુરના ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લઈ કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.