Abtak Media Google News
  • લુવાસર ગામને હાઇ-વે સાથે જોડતો રસ્તો બિસ્માર
  • રસ્તાનાં સમારકામ અંગે મુખ્યમંત્રીને રજૂઆત

જામજોધપુર ન્યૂઝ : જામજોધપુર તાલુકાનાં લુવાસર ગામને સ્ટેટ હાઇ-વે સાથે જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. રસ્તાનાં સમારકામ માટે સરપંચ દ્વારા અનેક વખત લેખિત રજૂઆત પણ થઇ હોવા છતા સમસ્યાનું નિરાકરણ થયું નથી.

લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ લુવાસરનાં પ્રમુખ રમેશભાઇ અજુડીયા દ્વારા આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે તથા સંબંધિત વિભાગોમાં પણ આનુસંગિક રજૂઆત કરી બિસ્માર માર્ગનાં તાત્કાલિક સમારકામ માટે માંગ કરવામાં આવી છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.