Abtak Media Google News

જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સ પર સતત હુમલાઓ થઈ રહ્યાં છે. રમજાનના પવિત્ર માસમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે આતંકીઓએ ફરી એકવખત પોતાની કાયરતાનો પરિચય આપ્યો છે. પુંચ જિલ્લાના આર્મી જવાનનું ગુરૂવારે આતંકીઓએ અપહરણ કરી લીધું છે. રાયફલમેનનું નામ ઔરંગઝેબ છે, તે પોતાના ઘરે ઈદની રજા માણવા જઈ રહ્યો હતો તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

રાયફલમેન ઔરંગઝેબનું અપહરણ

રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે.ઈદના તહેવારને પરિવાર સાથે માણવા જ્યારે તેઓ ઘરે જઈ રહ્યાં હતા ત્યારે મુગલ રોડ પર કેટલાંક આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું.મળતી માહિતી મુજબ આ અપહરણ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ઔરંગઝેબ સવારે 9 વાગ્યે એક પ્રાઈવેટ વ્હીકલમાં બેસીને શોપિયાં આવી રહ્યાં હતા. ત્યારે કલમપોરાની પાસે આતંકીઓએ વાહન રોકાવ્યું હતું અને તેમનું અપહરણ કરી લીધું.પ્રાપ્ત થતી માહિતી મુજબ આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.